સુરત : કતારગામમાં કિશોરીને પેટમાં દુ:ખાવો થયો, પિતા હૉસ્પિટલે લઈ જતા તબીબી રિપોર્ટમાં નીકળી ગર્ભવતી!

પ્રતિકાત્મક તસવીર

માતાપિતા વચ્ચે ઝઘડો ચાલતા બંને અલગ અલગ રહેતા હતા. દરમિયાન કિશોરી સાથે જે કઈ પણ થઈ રહ્યું હતું તે સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો

  • Share this:
સુરતના કતારગામ (Katargam) વિસ્તારમાં  રહતી એક  કિશોરીને પેટમાં દુખતા હોસ્પિટલ લઇ જતા આ કિશોરી (Adolescent Girl) ગર્ભવતી (Pregnant) હોવાનું સામે આવ્યુ જોકે આ મામલે પરિવારે પોલીસ ફરિયાદ (Police Complain) કરતા કિશોરીએ આ ઘટના માટે માતાના પ્રેમીએ દુષ્કર્મ કરતા ગર્ભવતી થઈ હોવાની વાત કરી હતી. આ મામલે કતારગામ પોલીસ મથકમાં કિશોરીના પરિવારજનોએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જોકે, સમગ્ર મામલો એટલા માટે ચોંકાવનારો છે કે કિશોરીની ઉંમર ફક્ત  વર્ષ છે ત્યારે તેની સાથે જે કઈ પણ થયું તે સંમતિથી થયું હોય તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવની વિગત એવી છે કે સુરતના (Surat) કતારગામ પોલીસ (Katargam) મથકમાં એક દુષ્કર્મની ફરિયાદ આવતા પોલીસ દોડતી થઇ હતી. જોકે તપાસ દરમિયાન એવી વાત સામે આવી કે પોલીસ પણ એક સમયે વિચારમાં પડી ગઈ હતી. કતારગામ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરી ધોરણ 10 માં અભ્યાસ કરે છે. જોકે વર્ષ 2009માં માતા પિતા વચ્ચે ચાલતા ઝઘડાને લઈને બંને અલગ રહેવાત જતા કિશોરી થોડા સમાય માતા તો થોડા સમાય માટે પિતા સાથે રહેતી હતી.

આ પણ વાંચો :  સુરત : 'મારા પતિએ પાંચ લગ્ન કર્યા, મારી જાણ બહાર છઠ્ઠી પત્ની લઈ આવ્યો,' લગ્ન લગ્ને કુંવારા વર સામે પત્નીએ કરી ફરિયાદ

જોકે ગતરોજ આ કિશોરીને પેટમાં અતિશય દુખાવો તથા પિતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા ત્યાં તબીબો દ્વારા યુવતી ગર્ભવતિ હોવાનું તારણ અપાયું હતું.

જોકે આ વાત સાંભળતાની સાથે પિતાના પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી અને આ મામલે પિતા સાથે કિશોરી કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધવા પહોંચ્યો હતો. જ્યાં પોલીસે કિશોરી પૂછતાં તેણે પ્રેમીએ તેની સાથે દુષ્કર્મ આચરતા તે ગર્ભવતિ બની હોવાનું કહેતા આપતા પોલીસે તાત્કાલિક માતાના પ્રેમીને લાવીને તેની પૂછપરછ શરુ કરી હતી.

આ પણ વાંચો : સુરત : ઓલપાડના દરિયાકાંઠે હોમગાર્ડની દારૂ પાર્ટીનો Video Viral, નશાબંધીના કાયદા પર તમાચો

જોકે કિશોરી દ્વારા અન્ય ચાર લોકોના નામ આપતા પોલીસને કિશોરી પર શકા ગઈ હતી અને ફરીથી તેની પૂછપરછ શરૂ કરી હતી જેમાં કિશોરી ભાગી પડી હતી અને તેને એક યુવાન સાથે પ્રેમ હતો અને તેના થકી ગર્ભવતી બની હોવાનું જણાવ્યું હતું અને પોતાના પ્રેમીને બચવા માટે તેને આ જુઠાણું ચલાવ્યુું હોવાનું કહેતા પોલીસે આ યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આ રત્નકલાકારની ધરપકડ ની તજવીજ હાથ ધરી છે
Published by:Jay Mishra
First published: