Home /News /gujarat /ગીર સોમનાથ : 'સંબંધીને છોડવવા ગઈ અને ફસાઈ', RFO એ પરિણીત મહિલા સાથે આચર્યું દુષ્કર્મ
ગીર સોમનાથ : 'સંબંધીને છોડવવા ગઈ અને ફસાઈ', RFO એ પરિણીત મહિલા સાથે આચર્યું દુષ્કર્મ
RFO
Gir sonath : વેરાવળ પોલીસ (Veraval Police Station) સ્ટેશનમાં સુત્રાપાડા (Sutrapada) ના એક ગામ ની પરણીતા એ વેરાવળ રેંજ ફોરેસ્ટ ઓફિસર (RFO) પર બળાત્કાર (Rape) ના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે
દિનેશ સોલંકી, ગીર સોમનાથ : જિલ્લામાં વનવિભાગના rfo એ પ્રાણીઓને શરમાવે તેવું કર્યું કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે, લાઈન શોના ગુનામાં પકડાયેલા સબંધી છોડાવવા મદદ માટે આવેલી સુત્રાપાડા ની પરણિત મહિલા સાથે અનેકવાર આચર્યું દુષ્કર્મ (Rape), મહિલાએ પોલીસમાં ફરિયાદ કરતા આરોપી rfo ને દબોચી લીધો, આ ઘટનાથી વન વિભાગમાં ખળભળાટ મચ્યો.
વેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડા ના એક ગામ ની પરણીતા એ વેરાવળ રેંજ ફોરેસ્ટ ઓફિસર પર બળાત્કાર ના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે ગીર સોમનાથ જિલ્લા એ.એસ.પી. ઓમપ્રકાશ જાટ દ્વારા માહિતી આપતા જણાવ્યું કે, આ ઘટના ની પીડિત મહિલાના સંબંધી ગેરકાયદે લાયન શો માં પકડાયેલા હોય જેમને છોડાવવા પીડિતા તેના પતિ સાથે RFO હરેશ ગલચર ને મળ્યા હતા. ત્યારબાદ સંપર્ક માં આવેલ અને પીડિતા ના મોબાઈલ નંબર મેળવી તેને મદદ ની લાલચ આપી શરીર સબંધ બાંધ્યો હતો. અને ત્યાર બાદ પીડિતા ના કહેવા મુજબ 25 વખત બળજબરીથી ધાકધમકી આપી ફોરેસ્ટ ક્વાર્ટર અને કચેરીમાં બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા ના કહેવા મુજબ આરોપી RFO હરેશ ગલચર દ્વારા તેમના પતિ અને સંતાન ને મારી નાખવા તેમજ વીડિયો વાયરલ કરવા ની ધમકીઓ પણ આપવા માં આવતી.
વધુમાં એ.એસ.પી. ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે, પીડિતા દ્વારા થોડા સમય પૂર્વે પોલીસ માં ફરિયાદ અરજી આપવામાં આવી હતી ત્યારે આરોપી દ્વારા પીડિતા ના પતિ ને સુત્રાપાડા રેંજ ફોરેસ્ટ ઓફીસમાં કરાર આધારિત નોકરી પર રાખી ફરિયાદ ના કરવા દબાણ કર્યું હતું. પરંતુ બાદ માં તેમના પતિ પગાર લેવા જતા ધમકાવી ત્યાંથી કાઢી મૂક્યા હતા.
જોકે હાલ તો પોલીસ દ્વારા પીડિતા ની ફરિયાદ આધારે RFO ગળચર તથા આ કૃત્યમાં મદદગારી કરનાર દાનીશ અલીમહમદ પંજા, રાજ ગળચર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આરોપી ને અટકાયત કરવામાં રાત્રી ના જ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ ની ટિમ દ્વારા આરોપી હરેશ ગલચર ને ફોરેસ્ટ કોલોની માંથી ઝડપી લઈ વેરાવળ પોલીસ હવાલે કર્યા છે. જ્યારે અન્ય બે આરોપી હજુ ફરાર હોવાનું જણાવ્યું હતું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર