ગુજરાતમાં મહિલાઓની સલામતીના દાવા પોકળ! રાજ્યમાં બળાત્કારોનું પ્રમાણ વધ્યું

News18 Gujarati
Updated: January 10, 2020, 3:59 PM IST
ગુજરાતમાં મહિલાઓની સલામતીના દાવા પોકળ! રાજ્યમાં બળાત્કારોનું પ્રમાણ વધ્યું
પ્રતિકાત્મક તસવીર

પ્રથમ ક્રમે સુરત, બીજા ક્રમે અમદાવાદ,ત્રીજા ક્રમે ભાવનગર , સીએમનુ રાજકોટ ચોથા ક્રમે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓ માં કુલ 131 સામૂહિક બળાત્કારના કેસ નોંધાયા

  • Share this:
ગાંધીનગર : ગુજરાતમાં વર્તમાન ભાજપ સરકારના સાશનમાં છેલ્લા 5 વર્ષમાં સામૂહિક બળાત્કારની 131 ઘટનાઓ બની છે.જેમાં અલગ અલગ પોલીસ કેસમાં 500 આરોપીઓ પકડાયા છે.જ્યારે 18 થી વધુ ગુન્હેગારો આજે પણ પોલીસ પક્કડ થી દુર હોવાનો સ્વીકાર રાજય સરકારે કર્યો છે.

ગુજરાત વિધાનસભાની આજની કાર્યવાહી માં ગૃહમાં રજૂ થયેલી અતારાંકિત પ્રશ્નોત્તરીમાં ખંભાળિયા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ એ પ્રશ્ન ઉપસ્થિત કરતા માહિતી માંગી હતી કે 30 જૂન 2019ની સ્થિતિ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં જિલ્લા વાર કેટલા સામુહિક બળાત્કાર ના બનાવો બન્યા છે? અને તે પૈકી કેટલા આરોપીઓ પકડવામાં આવ્યા છે.અને હજુ કેટલા આરોપીઓ પોલીસ પક્કડ થી દૂર છે?

આ પણ વાંચો :  ISIS મોડ્યૂલનો આતંકવાદી ઝફર વડોદરા કેવી રીતે પહોંચી ગયો?

ધારાસભ્ય વિક્રમ માડમે સવાલ પૂછ્યો

વિક્રમભાઈ માડમ ના પ્રશ્નો લેખિત ઉત્તર આપતા ગૃહ રાજ્યપ્રધાને જણાવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓ માં કુલ ૧૩૧ કે સામૂહિક બળાત્કારના નોંધાયા છે જે પૈકી પોલીસે 500 આરોપીઓ પકડી પાડ્યા છે જ્યારે હજુ ૧૮ આરોપીઓ પકડવાના બાકી હોવાનો લેખિત સ્વીકાર કર્યો છે.

સૌથી વધુ ઘટના સુરત ગ્રામ્યમાં નોંધાઈનોંધનીય છે કે શાંતિ સલામતી અને સુરક્ષાના દાવા વચ્ચે વર્તમાન ભાજપ સરકારના કાર્યકાળમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સામુહીક બળાત્કારની સૌથી વધુ 26 ઘટનાઓ સુરત ગ્રામ્ય વિસ્તારમાં બની છે. તો બીજી તરફ સુરત શહેરમાં 8,જ્યારે બીજા ક્રમે અમદાવાદ શહેરમાં 17 સામૂહિક બળાત્કારના બનાવો બન્યા છે. જોકે રાજકોટ શહેર માં 3 બનાવો બન્યા હોવાનો લેખિત સ્વીકાર સરકારે કર્યો છે. ઉપરાંત ત્રીજા ક્રમે ભાવનગર શહેર જિલ્લામાં 11 બનાવો બન્યા છે.

આ પણ વાંચો :  અમદાવાદ : Paytm,OLX, G-Payમાં એક જ દિવસમાં ઓનલાઇન છેતરપિંડીની 40 ફરિયાદથી હાહાકાર!

સૌથી વધુ આરોપીઓ ભાવનગર શહેર જિલ્લામાંથી ઝડપાયા

તો બીજી તરફ છેલ્લા પાંચ વર્ષ માં બનેલા અલગ અલગ બનાવોમાં પોલીસે 500 આરોપીઓ ને પકડયા છે. સૌથી વધુ 85 આરોપીઓ ભાવનગર શહેર જિલ્લામાં થી પકડવામાં આવ્યા છે. જયારે 73 આરોપીઓ અમદાવાદ શહેર જિલ્લામાં બનેલી સામુહિક બળાત્કારની ઘટનાઓ મામલે પકડ્યા છે.

આ પણ વાંચો :   સુરત : સ્પામાં ગેરકાયદેસર રીતે કામ કરનાર 30 યુવતિઓને થાઇલેન્ડ પરત મોકલાશે

18 આરોપીઓ પોલીસ પકડથી હજી દૂર

જ્યારે રાજકોટ શહેરમાં માં બનેલી ઘટનાઓ માં 9 આરોપીઓ પકડવામાં આવ્યા છે. જો કે રાજ્યમાં બનેલી સામુહિક બળાત્કાર ની અલગ અલગ ઘટનાઓમાં સંડોવાયેલા 18 આરોપીઓ ને પકડવાના બાકી હોવાનો લેખિત સ્વીકાર ભાજપ સરકારે કર્યો છે.
First published: January 10, 2020, 3:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading