રણવીર સિંહનો 'ગુજ્જુ' અવતાર, બનશે 'જયેશભાઇ જોરદાર', 'બે યાર'નો HERO કરશે ડિરેક્ટ

News18 Gujarati
Updated: May 27, 2019, 10:53 AM IST
રણવીર સિંહનો 'ગુજ્જુ' અવતાર, બનશે 'જયેશભાઇ જોરદાર', 'બે યાર'નો HERO કરશે ડિરેક્ટ
દિવ્યાંગને આપ 'કેવી રીતે જઇશ' અને 'બે યાર' જેવી સુપરહિટ અર્બન ગુજરાતી ફિલ્મમાં લિડ રોલમાં જોઇ ચુક્યા છો.

દિવ્યાંગને આપ 'કેવી રીતે જઇશ' અને 'બે યાર' જેવી સુપરહિટ અર્બન ગુજરાતી ફિલ્મમાં લિડ રોલમાં જોઇ ચુક્યા છો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રણવીર સિંહને તમે ઘણાં અલગ અલગ રોલમાં જોયો હશે. પણ એક ગુજરાતીનાં પાત્રમાં તેને ક્યારેય નહીં જોયો હોય... આ વખતે તે ફાંકડુ ગુજરાતી બોલતો જોવા મળશે. યશરાજ બેનર હેઠળ બનનારી 'જયેશભાઇ જોરદાર'માં લિડ રોલમાં નજર આવશે.

જોકે ખાસ વાત તો એ છે કે રણવીર સિંહની આ ફિલ્મને આપણો દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટ કરશે. દિવ્યાંગને આપ 'કેવી રીતે જઇશ' અને 'બે યાર' જેવી સુપરહિટ અર્બન ગુજરાતી ફિલ્મમાં લિડ રોલમાં જોઇ ચુક્યા છો. એક્ટર દિવ્યાંગ હવે સ્ક્રિપ્ટ રાઇટર અને ડિરેક્ટર બનવા જઇ રહ્યો છે. તેણે 'જયેશભાઇ જોરદાર' નામની ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે અને હવે આ ફિલ્મ તે ડિરેક્ટ કરવાનો છે.

આ પણ વાંચો-દેશની સૌથી 'સુંદર' સાંસદ! પ. બંગાળથી ચૂંટણી જીતી પહોંચી સંસદ

ખાસ વાત એ છે કે દિવ્યાંગ દ્વારા ડિરેક્ટ થનારી આ ફિલ્મમાં લિડ રોલ રણવીર સિંહ કરશે. અને આ ફિલ્મને પ્રોડ્યુસ યશરાજ બેનર કરશે.

વેલ આ વિશેની માહિતી ખુદ રણવીર સિંહે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. રણવીરે પહેલાં ફિલ્મનું પોસ્ટર શેર કર્યું અને પોસ્ટર શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, આ એક જાદુઇ સ્ક્રિપ્ટ છે.. હું મારી આવનારી ફિલ્મ 'જયેશભાઇ જોરદાર'ની જાહેરાત કરવામાટે ખુબજ ઉત્સાહિત છું. @yrf #JayeshbhaiJordaar


 
View this post on Instagram
 

Its a ‘miracle script’!!! 😍 Thrilled to announce my next film - ‘JAYESHBHAI JORDAAR’ 🎥 @yrf #JayeshbhaiJordaar


A post shared by Ranveer Singh (@ranveersingh) on


આ પોસ્ટર શેર કર્યાનાં પાંચ મીનિટમાં તેણે બીજો વીડિયો શેર કર્યો જેમાં તે દિવ્યાંગ ઠક્કર સાથે નજર આવે છે. આ વીડિયોમાં રણવીર ફાંકડુ ગુજરાતી બોલતો નજર આવે છે.
વીડિયોમાં માલૂમ થાય છે કે દિવ્યાંગની આ પહેલી ફિલ્મ છે જેની તેને સ્ક્રિપ્ટ લખી છે અને તેને ડિરેક્ટ પણ કરવાનો છે. અને તેને આ ખાસ તક યશરાજનાં બેનર હેઠળ મળી રહી છે.

આ પણ વાંચો-સ્વિટ્ઝરલેન્ડમાં બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક ડ્રાઇવ પર નીકળી હિના ખાન, VIDEO VIRAL
First published: May 27, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading