Home /News /gujarat /અમદાવાદ : યુવકે સગીરા સાથે કર્યું ખરાબ કામ, 'મિત્રના ઘરે લઈ ગયો અને...'

અમદાવાદ : યુવકે સગીરા સાથે કર્યું ખરાબ કામ, 'મિત્રના ઘરે લઈ ગયો અને...'

સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

minor girl rape ahmedabad : સગીરાએ જણાવ્યું હતું કે તેના ઘરની સામે કામ કરતો યુવકે તેની સાથે દુષ્કર્મ કર્યું છે. છેલ્લા બે મહિનામાં યુવકે તેના ઘરે આ ઉપરાંત તેના મિત્રના ઘરે સગીરાને લઇ જઇને દુષ્કર્મ કર્યું હતું.

અમદાવાદ : સગીરા સાથે બે મહિનામાં અનેક વાર દુષ્કર્મ (Rape) ગુજારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપી યુવકે પોતાના અને મિત્રના ઘરે સગીરાને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનુ પોલીસ (Ramol Police) સમક્ષ કબૂલાત કરી છે અને જે મામલે આરોપી ની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં દુષ્કર્મ (Ahmedabad Rape) ની ઘટનાઓ વધી રહી છે તેવામાં શહેરના રામોલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

રામોલના સીટીએમ વિસ્તારમાં રહેતી એક સગીરાને તેની સામેની દુકાનમાં જ કામ કરતો એક યુવક દ્વારા એક કે બે વખત નહિ પણ છેલ્લા બે મહિનામાં અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. સગીરાના પિતા કામ ધંધે ગયા હતા અને બપોરના સમયે પરિવારમાં બધા સુતા હતા તે સમયે સગીરા તેના ઘરે હતી નહિ. જોકે પરિવારજનોએ આસપાસ અને સગા સબંધીઓ પાસે તપાસ કરતા સગીરા મળી નહિ અને સગીરાના પિતાએ રામોલ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસની તપાસમાં સગીરા એક યુવક સાથે મળી આવી હતી. સગીરાએ જણાવ્યું હતું કે તેના ઘરની સામે કામ કરતો યુવકે તેની સાથે દુષ્કર્મ કર્યું છે. છેલ્લા બે મહિનામાં યુવકે તેના ઘરે આ ઉપરાંત તેના મિત્રના ઘરે સગીરાને લઇ જઇને દુષ્કર્મ કર્યું હતું. જોકે સમગ્ર મામલે રામોલ પોલીસ આ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઅમદાવાદ : કસ્ટમના સુપરિન્ટેન્ડેન્ટ અને તેના સાથી 25000ની લાંચ લેતા પકડાયા

આ સગીરા સાથે બે મહિનામાં અનેક વખત દુષ્કર્મ કર્યું તે ઉપરાંત અગાઉ પણ આ રીતે આ સગીરા સાથે અથવા અન્ય કોઈ સગીરાને પોતાના હવસનો શિકાર બનાવી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે. હાલ આરોપી યુવક સામે અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે, કેમ તે દિશા માં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad news, Ramol, Ramol police, અમદાવાદ સમાચાર, દુષ્કર્મ, દુષ્કર્મ આરોપ, દુષ્કર્મ કેસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन