અયોધ્યામાં આવું દેખાશે રામ મંદિર, કલાકારી અને ભવ્યતાનું હશે બેજોડ સંગમ, જુઓ તસવીરો

5 ઓગસ્ટે થનારા ભૂમિ પૂજન પહેલા રામ મંદિરની પ્રસ્તાવિત તસવીરો જાહેર કરવામાં આવી

5 ઓગસ્ટે થનારા ભૂમિ પૂજન પહેલા રામ મંદિરની પ્રસ્તાવિત તસવીરો જાહેર કરવામાં આવી

 • Share this:
  અયોધ્યામાં બુધવારે રામ મંદિરનું ભવ્ય ભૂમિ પૂજન (Ram Mandir Bhumi Poojan) થવા જઈ રહ્યું છે. આ ભૂમિ પૂજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સાથે તમામ ગણમાન્ય લોકો ઉપસ્થિત રહેશે. આ દરમિયાન નિર્માણથી પહેલા રામ મંદિરના પ્લાનની કેટલીક તસવીરો સામે આવી છે, તેમાં મંદિરની ભવ્યતા અને વિશાળતા જોવા મળી રહી છે.


  અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ચાલી રહેલા ભૂમિ પૂજન દરમિયાન સરકારે રામ મંદિરની પ્રસ્તાવિત તસવીરો જાહેર કરી છે. બન્યા બાદ રામ મંદિર કંઈક આવું જોવા મળશે.


  રામ મંદિરના ભૂમિ પૂજન માટે વડાપ્રધાન મોદી બુધવાર સવારે 9:35 વાગ્યે દિલ્હીથી લખનઉ માટે રવાના થશે. તેઓ 10:35 વાગ્યે લખનઉના અમૌસી એરપોર્ટ પર પહોંચશે.


  અહીંથી 10:40 વાગ્યે હેલિકોપ્ટરથી અયોધ્યાની સાકેત કોલેજમાં બનેલા હેલીપેડ પર લૅન્ડ કરશે. લગભગ 11:30 વાગ્યે પીએમ મોદી અયોધ્યા પહોંચશે. અહીં વડાપ્રધાન મોદીનું સ્વાગત અલગ-અલગ સ્થળે લોકો દ્વારા કરવામાં આવશે.


  સાકેત કોલેજના હેલીપેડ ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, જિલ્લાધિકારી અનુજા ઝાની સાથે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય તેમનું સ્વાગત કરશે.


  ત્યારબાદ રામ જન્મભૂમિ પર સ્વાગતની જવાબદારી અયોધ્યાના રાજા વિમલેન્દ્ર મોહન, રામ મંદિર ભવન નિર્મણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અને ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની રહેશે.


  ત્યારબાદ રામ જન્મભૂમિ પર સ્વાગતની જવાબદારી અયોધ્યાના રાજા વિમલેન્દ્ર મોહન, રામ મંદિર ભવન નિર્મણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અને ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની રહેશે.


  આ મુહૂર્તની વચ્ચે વડાપ્રધાન મોદી ચાંદીની ઈંટથી રામ મંદિરનું શિલાન્યાસ કરશે. તેના બાદ મંચથી RSS પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન હશે. ત્યારબાદ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે.


  રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ (Ram Janma Bhoomi Teerth Trust) ના મહાસચિવ ચંપત રાય (Champat Rai)એ જણાવ્યું કે ભૂમિ પૂજન કાર્યક્રમમાં કુલ 175 આમંત્રિત અતિથિ જ સામેલ થશે.


  135 વિશિષ્ટ સાધુ-સંતો ઉપરાંત અન્ય અતિથિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું કે આમંત્રણ પત્ર જ પ્રવેશ પાસ છે. તેની પર સુરક્ષા માટે બાર કોડ લગાવવામાં આવ્યા છે,


  આ આમંત્રણ પત્રિકા એકવારમાં જ ઉપયોગમાં લઈ શકાશે. એવામાં જો કોઈ બહાર ગયું તો ફરી પ્રવેશ નહીં કરી શકે. આમંત્રિત અતિથિ કાર્યક્રમમાં મોબાઇલ-કેમેરા વગેરે નહીં લઈ શકાય.
  Published by:user_1
  First published: