એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બૉલિવૂડની ડ્રામા ક્વિન કહેવાતી રાખી સાવંત (Rakhi Sawant) અવાર નવાર કોઇને કોઇ કારણોને કારણે ચર્ચામાં રહે છે. જ્યારથી રાખીનાં લગ્ન થયા ત્યારે તે તેનાં પતિને લઇને સોશિયલ મીડિયા પર કંઇકને કંઇક શેર કરતી રહે છે. તેણે તેનાં પતિનો ચહેરો હજુ સુધી જાહેર કર્યો નથી. પણ અવાર નવાર તે તેની વાતો કરતી રહે છે. હાલમાં જ રાખીએ સોશિયલ મીડિયા પર તેનાં એક નહીં પાંચ પાંચ ટિક-ટૉક વીડિયો શેર કર્યા છે જેમાં તે ટૉપલેસ થઇને ગીતો ગાતી નજર આવે છે.
રાખીએ આ વીડિયો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યાં છે. જેમાં તે ટૉપલેસ થઇને બૉલિવૂડનાં ગીતો પર એક્ટ કરતી નજર આવે છે. આ રાખીનાં ટિકટૉક વીડિયો છે. જેમાં તે ધાબળો ઓઢીને બેડ પર સુતી છે. રાખીને બધાએ પુછ્યું કે તે આ ગીત તેનાં પતિ માટે ગાઇ રહી છે? જોકે રાખીએ તેનાં પતિનું ક્યાંય નામ લીધુ નથી. અને ન તો કેપ્શનમાં કંઇ લખ્યું છે. લોકો રાખીનાં પતિ અંગે જાણવા માટે ઉત્સુક છે. કે તેને દરેક વીડિયો અને તસવીરમાં તેનાં પતિ અંગે સવાલો કરે છે.
આ પહેલી વખત નથી જ્યારે રાખીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આવું કર્યુ હોય. આ પહેલાં પણ ઘણી વખત તે બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરી ચૂકી છે. થોડા સમય પહેલાં જ તેનું નવું સોન્ગ 'છપ્પન છુરી' લોન્ચ થયુ હતું. જેનાં પ્રમોશનમાં રાખી સાવંતે ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેર્યો હતો જે વાતે તે ચર્ચામાં આવી હતી. અને ખુબજ ટ્રોલ થઇ હતી. આ અંગે બાદમાં ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને તેણે સ્પષ્ટતા પણ આપી હતી.
Published by:user_1
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર