કોંગ્રેસમાં ભંગાણ: કોંગ્રેસ અધ્યક્ષે ચાર ધારાસભ્યોના રાજીનામા સ્વિકાર્યા, શું બીજા ઉમેદવારનું નામ પાછુ ખેંચાશે?

News18 Gujarati
Updated: March 15, 2020, 8:04 PM IST
કોંગ્રેસમાં ભંગાણ: કોંગ્રેસ અધ્યક્ષે ચાર ધારાસભ્યોના રાજીનામા સ્વિકાર્યા, શું બીજા ઉમેદવારનું નામ પાછુ ખેંચાશે?
કોંગ્રેસમાં ભંગાણ

કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ કૉંગ્રેસમાંથી (Gujarat congress) રાજીનામું આપી દીધું છે, તો કોંગ્રેસ અધ્યક્ષે આ ચારે ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લીધા છે.

  • Share this:
ગાંધીનગર : આગામી 26મી તારીખે રાજ્યસભાની ચૂંટણી (RajyaSabha Election) થવાની છે. તે પહેલા ગુજરાતના રાજકારણમાં (Politics) ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ કૉંગ્રેસમાંથી (Gujarat congress) રાજીનામું આપી દીધું છે, તો કોંગ્રેસ અધ્યક્ષે આ ચારે ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લીધા છે.

વિધાનસભા સૂત્રો અનુસાર, હજી વધુ કૉંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં (Gujarat BJP) આવી શકે છે. હાલ કૉંગ્રેસનાં 20 ધારાસભ્યોને રાજસ્થાનનાં એક રિસોર્ટમાં (Rajasthan resort) મોકલી દેવામાં આવ્યા છે. હાલ મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસનાં ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેમાં ગઢડાનાં ધારાસભ્ય પ્રવિણ મારુ, અબડાસાનાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીનાં ધારાસભ્ય સોમા ગાંડા પટેલ, ધારીનાં ધારાસભ્ય જે.વી.કાકડિયાના રાજીનામા સ્વીકારી દેવામાં આવ્યા છે.

સૂત્રો અનુસાર, કોંગ્રેસના ચાર ધારાસભ્યો રાજીનામા ધરી દીધા બાદ કોંગ્રેસ પાસે હવે 69 ધારાસભ્યોના વોટ રહેશે, ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવારને જીતાડવા મુશ્કેલ બની શકે છે, જેથી કોંગ્રેસ પોતાના એક ઉમેદવારનું નામ પાછુ ખેંચી શકે તેવી શક્યતાઓ છે.

ન્યૂઝ18ગુજરાતીનાં સંવાદાતાએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya) સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 'રાજ્યસભાની ચૂંટણી જાહેર થયા બાદ કૉંગ્રેસનાં ધારાસભ્યો જે અમારા સંપર્કમાં હતા તે બધામાં કૉંગ્રેસ પ્રત્યે ઘણી જ નારાજગી છે. હજી કેટલાક ધારાસભ્ય જેમનો સંપર્ક થઇ શકતો નથી તે પણ કંઇનવા જુની કરવાનાં મૂડમાં છે. આવા ધારાસભ્યો થોડા સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાં પણ છે. કૉંગ્રેસમાં જે ધારાસભ્યોની કોઇ નોંધ લેવાતી નથી તેઓ ઘણાં જ નારાજ છે. કૉંગ્રેસ હાઇકમાન્ડે પણ જેમનો સંપર્ક કર્યો નથી તેવા ધારાસભ્ય અમારા સંપર્કમાં છે. તેઓ થોડા સમયમાં કંઇ નવાજૂની કરી અને ભાજપમાં સામેલ થશે.'

તમને જણાવી દઈએ કે, તો બીજીબાજુ ભાજપનાં પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું કે 'કૉંગ્રસનાં એક પણ નારાજ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટીના છ ધારાસભ્યો નારાજ છે અને હાલ તેઓ અમારા કેમ્પમાં છે. જયરાજસિંહે જણાવ્યું કે ભાજપ એ નારાજ ધારાસભ્યોને શોધી બતાવે. ભાજપે ક્યાં ધારાસભ્યને રાજ્યસભામાં મૂક્યા છે અને તે ક્યાં ગામના છે? તે ભાજપ તપાસ કરાવે છે
First published: March 15, 2020, 7:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading