ગાંધીનગર : રાજ્યસભાની ચાર બેઠકો માટે 26મી માર્ચે યોજાશે ચૂંટણી


Updated: February 25, 2020, 8:42 PM IST
ગાંધીનગર : રાજ્યસભાની ચાર બેઠકો માટે 26મી માર્ચે યોજાશે ચૂંટણી
સંસદની ફાઇલ તસવીર

ભારતીય જનતા પાર્ટીના ત્રણ સાંસદ, કોંગ્રેસના એક સાંસદની ટર્મ પૂર્ણ થતી હોવાથી ચૂંટણી. બંને પક્ષો વચ્ચે એક બેઠક માટે રસાકસી

  • Share this:
ગાંધીનગર : કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની 17 રાજ્યોની 55 બેઠકો માટે ના ચૂંટણી કાર્યક્રમ ની જાહેરાત આજે કરી છે.જેમાં ગુજરાતની 4 રાજ્યસભા બેઠકોની પણ ચૂંટણી જાહેર કરવામાં આવી છે.વર્ષે 2014માં વિધાનસભા માં સભ્ય સંખ્યા બળ પ્રમાણે ભાજપના ત્રણ સભ્યો જયારે કોંગ્રેસ ના એક સભ્ય એ રાજ્યસભામાં ગયા હતા.પરંતુ વર્ષે 2017 ની વિધાનસભા બાદ હવે બન્ને પક્ષો પોતાના બે-બે સભ્યો એ રાજ્યસભામાં મોકલી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.ત્યારે હવે બન્ને પક્ષો એ પોટ પોતાના જીતના દાવા ધોકી રહ્યા છે....

ગુજરાતની આ ચાર બેઠકોની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષે પોતાના વરિષ્ઠ નેતા મધુસુદન મિસ્ત્રી રાજ્ય સભામાં મોકલ્યા હતા.જયારે ભાજપ દ્વારા ચુનીભાઈ ગોહેલ,શંભુ પ્રસાદ ટુંડીયા,અને લાલસિંહ વડોદીયા ના રાજ્યસભામાં મોકલ્યા હતા.

આ પણ વાંચો :   સુરત : રઘુવીર ટેક્સટાઇલ માર્કેટને ફાયર વિભાગે 66 લાખનું બીલ ફટાકાર્યુ, કારણ રસપ્રદ

કેન્દ્રીય ચૂંટણી પાંચ દ્વારા જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તે અનુસાર રાજ્યસભાની ચૂંટણી માટે 6 માર્ચે ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે,જયારે 13 માર્ચ એ ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ છે.તો ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તરીકે એ 18 માર્ચ છે.જયારે 26 માર્ચના રોજ ચૂંટણી અને મત ગણતરી યોજાશે.

આ પણ વાંચો :  સુરત : જ્વેલરી શોરૂમમાં ધોળે દિવસે 6 રાઉન્ડ ફાયરિંગ કરનાર ઝડપાયો, જેલ તોડીને ભાગ્યો હોવાનો ઘટસ્ફોટ

શું કહ્યું નીતિન પટેલે?આ મામલે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે 'રાજ્યસભાની ચૂંટણી આવવાની છે નિયમ પ્રમાણે આવવાની છે અને ચાર સીટો પર ઉમેદવારો ઉભા રાખવાની કામગીરી પક્ષ દ્વારા સમય પ્રમાણે આયોજન કરી અને તેના અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.'

શું કહ્યું અમિત ચાવડાએ?

જયારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે 'રાજ્ય સભા ની ચૂંટણીનું જાહેરનામુ આજે જ બહાર પડ્યું છે ચૂંટણી જાહેર થઇ છે ત્યારે ચોક્કસ આવનારા સમયમાં કોંગ્રેસના ધારાસભ્યો અને પાર્ટી સાથે રહી બે સીટો પર કોંગ્રેસના ઉમેદવારો જીત મેળવે તે માટે કાર્ય કરીશું અમારી આ સમગ્ર વિધાનસભાની કોંગ્રેસની ટીમ એક છે એકજૂથ થાય અને રાજ્યસભાની ચૂંટણી નો સામનો કરીશું અને પરિણામ કોંગ્રેસ તરફી આવશે બે બેઠકો પર સો ટકા જીત મેળવી શું પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ ચાલી રહેલો છે જે રીતે ખુરશી માટેની ખેંચાખેંચી ચાલી રહી છે ત્યારે છેલ્લા થોડા સમયમાં મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી બદલવાની રમતો રમાઈ રહી છે ત્યારે ભાજપે તેમના ઉમેદવારોને સાચવવાની જરૂરિયાત છે. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કોંગ્રેસ પક્ષનું હાઈ કમાન્ડ કરતું હોય છે અને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષનું હાઇકમાન્ડ જે પણ ઉમેદવારોની પસંદગી કરશે તેને વિધાનસભા કોંગ્રેસ પક્ષ વિજય સુધી પહોંચાડશે
First published: February 25, 2020, 8:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading