રાજ્યસભા ચૂંટણી: કૉંગ્રેસે ગુજરાતના બે ઉમેદવારના નામ જાહેર કર્યા, જાણો - કોને-કોને મળી ટિકિટ

News18 Gujarati
Updated: March 12, 2020, 9:14 PM IST
રાજ્યસભા ચૂંટણી: કૉંગ્રેસે ગુજરાતના બે ઉમેદવારના નામ જાહેર કર્યા, જાણો - કોને-કોને મળી ટિકિટ
શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી

તમને જણાવી દઈએ કે, આ પહેલા ભારતીય જનતા પાર્ટીએ બુધવારે સાંજે બે ઉમેદવારના નામની જાહેરાત કરી હતી

  • Share this:
ગાંધીનગર : આગામી 26મી માર્ચના રોજ યોજાનાર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે, ભાજપ તરફથી બે નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે કૉંગ્રેસે પણ પોતાના ઉમેદવારના નામ પરથી પરદો હટાવી દીધો છે. ગુજરાત કોંગ્રેસે પોતાના બે ઉમેદવારના નામ નક્કી કરી દીધા છે. જેમાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી કોંગ્રેસ તરફથી રાજ્યસભાની ચૂંટણી લડશે. આવતીકાલે બંને ઉમેદવાર ફોર્મ ભરશે.

કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર

ભરતસિંહ સોલંકી ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી તથા પૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે. માધવસિંહે ગુજરાતમાં KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) સમાજને સાધીને 149 બેઠક ઉપર કૉંગ્રેસને વિજય અપાવ્યો હતો. આ રેકર્ડ હજુ સુધી તૂટ્યો નથી. સોલંકીના પિતરાઈ તથા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડા આ મતક્ષેત્ર હેઠળ આવતી અંકલાવ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. 2017માં ભાજપે તેના ચૂંટણીપ્રચાર અભિયાનની શરૂઆત 'મિશન 151'થી કરી હતી, પરંતુ ચૂંટણી પરિણામ બાદ ત્રણ આંકડા ઉપર પણ પહોંચી શક્યો ન હતો અને 99 બેઠક ઉપર અટકી ગયો હતો.

શક્તિસિંહ ગોહિલે બી.એસસી, એલએલબી, પત્રકારત્વનો અભ્યાસ કરેલો છે. ગુજરાત કાંગ્રેસના વરિષ્ઠ નેતા અને રણનીતિકાર મનાય છે. ગુજરાત સરકારમાં બે વખત પ્રધાન પદે રહ્યા. વિધાનસભામાં નેતા વિપક્ષની પણ ભૂમિકા ભજવી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાની સંભાળે છે જવાબદારી. ૧૯૮૬માં ભાવનગર જિલ્લા યુવા કાંગ્રેસના પ્રમુખ બન્યા. હાલમાં બિહાર કોંગ્રેસ અને દિલ્હી કોંગ્રેસના પ્રભારીની જવાબદારી સંભાળી. ૧૯૮૯માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પદે નિમાયા. ૧૯૯૦માં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્ય બન્યા અને ૧૯૯૦માં ભાવનગર દક્ષિણ બેઠકથી ધારાસભ્ય બન્યા હતા.ભાજપે જાહેર કરેલા ઉમેદવારો :અભય ભારદ્વાજ રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નજીકના મિત્ર છે. તેઓ રાજકોટ શહેરના જાણીતા વકીલ છે. ભારદ્વાજે કાયદાનો અભ્યાસ કર્યો છે અને વકીલાત કરે છે. તેઓ રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યા છે. તેઓ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના ટેકેદાર પણ રહી ચુક્યા છે.

રમીલા બારા : રમીલા બારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ છે. તેઓ પૂર્વ નાયબ સચિવ તરીકે નિવૃત થયા હતા અને ત્યારથી રાજકારણમાં જોડાયા હતા. રમીલાબેન ભારતીય જનતા પાર્ટીના ખેડબ્રહ્મા બેઠકના ઉમેદવાર તરીકે એકવાર પેટા ચૂંટણી પણ જીતી ચુક્યા છે. આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને સ્પષ્ટ વક્તા છે.
First published: March 12, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading