rajkot love story:આરોપીએ (accused) ભોગ બનનાર સાથે ઇન્સટાગ્રામથી સંપર્કમા (Instagram) આવી ફકત દસ જ દીવસમાં લલચાવી ફોસલાવી ભોગ બનનારનુ અપહરણ (kidnapping) કરી ગયેલ હતો.
રાજકોટઃ રાજકોટના (Rajkot news) શાપર વેરાવળના (shapar-veraval) ચારેક માસથી આરોપી તથા ભોગ બનનાર મળી આવેલ ન હોય અને આ ગુન્હામા ભોગ બનનારનુ અપહરણ કોણે કર્યું તે અંગે કોઇ નામ નમુદ ન હોય જે કેસ અનડીટેક હોય જે કેસ પોલીસ અધિક્ષક બલરામ મીણાએ આ ગુન્હાની આગળની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફીક શાખા રાજકોટ રૂરલને સોપવામાં આવ્યો હતો.
નોડલ ઓફીસર પોલીસ ઇન્સ એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ AHTU શાખાના પીએસઆઇ ટી.એસ.રિઝવી તથા એએસઆઇ જગતભાઇ તેરૈયાએ ફરીથી આ તપાસના સાહેદોની પુછપરછ કરી હતી.
કોલ ડીટેઇલનો જીણવટપુર્વક અભ્યાસ કરી ભોગ બનનાર કોના સંપર્કમાં આવેલ તેવી વ્યકિતઓની શોધખોળ શરૂ કરેલ અને સઘન તપાસ હાથ ધરેલ જે આધારે ગણતરીના કલાકોમાં ભોગ બનનારની હકીકત મેળવી AHTU ટીમે આબેડકરનગર રાજકોટ ખાતેથી તપાસ કરી આ કામે આરોપી સાગર વિનોદભાઇ પમાભાઇ ડાંગર ભોગ બનનાર સાથે શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધારેલી છે.
અને તપાસ દ્વારા જાણવા મળેલ કે આ કામના આરોપીએ ભોગ બનનાર સાથે ઇન્સટાગ્રામથી સંપર્કમા આવી ફકત દસ જ દીવસમાં લલચાવી ફોસલાવી ભોગ બનનારનુ અપહરણ કરી ગયેલ હતો તેમજ આરોપી સાગર એક આંખે દ્રષ્ટિહીન છે.
આરોપી સાગર એક આંખે દ્રષ્ટિહીન હોવા છતાં સગીરા પ્રેમમાં પાગલ થઇ તેની સાથે ચાલી જઇ પ્રેમ આંધળો છે તે કહેવતને સાર્થક કરી હતી. શાપર-વેરાવળનો આ કિસ્સો પ્રવર્તમાન સ્થિતિમાં વાલીઓ માટે ચેતવણીરૂપ છે.
મહત્વનું છે કે શાપર-વેરાવળનો આ કિસ્સો પ્રવર્તમાન સ્થિતિમાં વાલીઓ માટે ચેતવણીરૂપ છે. ગણતરીના કલાકોમાં ભોગ બનનારની હકીકત મેળવી AHTU ટીમે આબેડકરનગર રાજકોટ ખાતેથી તપાસ કરી આ કામે આરોપી સાગર વિનોદભાઇ પમાભાઇ ડાંગર ભોગ બનનાર સાથે શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધારી છે.