હરિન માત્રાવાડિયા, રાજકોટ : શહેરના કરણસિંહજી રોડ પર રહેતાં અને સોનાના દાગીના (Rajkot Jewelers Ramesh Lodhia Suicide Case) બનાવવાનું કામ કરતાં રમેશભાઇ લોઢીયા નામના સોની વેપારીએ ઝેર પી આપઘાત કરી લીધાના બનાવમાં આશાપુરાનગરમાં રહેતાં શોભનાબા કૃષ્ણસિંહ રાયજાદા સહિતના 8 લોકો જવાબદાર હોવાની ફરિયાદ આપઘાત કરનાર વેપારીના પત્નિએ નોંધાવતા એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી 4ની ધરપકડ (Rajkot Police arrested four in Ramesh Lodia Suicide Case) કરી વધુ તપાસ હાથ ધરી છે. ધંધાકીય લેવડ દેવડના 75 લાખ તેમજ 37 લાખના સોનાના પડીકા ઓળવી જઇ ઉપરથી સામી ઉઘરાણી કરી મારી નાંખવાની (Murder Threat) અને છોકરાને ઉપડાવી લેવાની ધમકી અપાતી હોઇ વેપારી મરી જવા મજબૂર થયાનું ફરિયાદમાં જણાવાયું છે. આ 11 પાનાની હચમચાવી નાખતી સુસાઈડ નોટમાં વેપારીએ આત્મહત્યાનું કારણ લખ્યું છે આ ઉપરાંત પોતાની દીકરી જ પોતાના મૃતદેહને અગ્નિદાહ આપે તેવું પણ લખ્યું છે.
પોલીસે કોઠારીયા રોડ હુડકો કવાર્ટરમાં રહેતાં વૈરાગીબેન રમેશભાઇ લોઢીયાની ફરિયાદ પરથી શોભનાબા કૃષ્ણસિંહ રાયજાદા, તેના પતિ કૃષ્ણસિંહ પ્રતાપસિંહ રાયજાદા, દિલીપસિંહ પ્રતાપસિંહ રાયજાદા, દિવ્યાબેન દિલીપસિંહ રાયજાદા, ધનરાજસિંહ કૃષ્ણસિંહ રાયજાદા, મુન્ના સાંઢવાયા, જગુભાઇ અને ભુપત ઉર્ફ ભોપ (શોભનાબાના ભાઇ) સામે ગુનો નોંધ્યો છે. વૈરાગીબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિ ઘર નીચે મારૂતિ જ્વેલર્સ નામે સોના ચાંદીના દાગીનાનો વેપાર કરતા હતા.
મૃતકની પત્નીએ ફરિયાદમાં જણાવ્યું છે કે બે વર્ષથી પતિ-પત્નિ વચ્ચે મનમેળ ન હોઇ તે અલગ રહેવા જતી રહી હતી. 19-9-2021ના દિકરીએ મારા પતિને ફોન કરતાં ફોન ન ઉપડતાં અને તે બે દિવસથી ઘરે આટો મારવા પણ આવ્યા ન હોઇ મારા ભાઇ વીહાભાઇ ખટાણાને ફોન કરી રમેશ ફોન ઉપાડતાં ન હોઇ વાત કરી હતી. એ પછી કોટુંબીક દિયર કલ્પેશભાઇનો ફોન આવેલો કે તમે રમેશના ઘરે આવો. હું ત્યાં જતાં પતિનો બેડરૂમનો દરવાજો બંધ હતો. 100 નંબર અને ફાયર બ્રિગેડને ફોન કરતાં દરવાજો તોડીને જોતાં પતિની લાશ મળી હતી. પલંગ પર એક નોટબૂક પડી હતી. જેમાં 16-2021 ના રોજ 11 પાનામાં લખાયેલી સ્યુસાઇડ નોટ હતી.
જેમાં પહેલા પાને જ લખ્યું હતું કે-'આજે હું જે કાઇ પગલુ ભરુ છું તેના જવાબદાર શોભનાબા, કૃષ્ણસિંહ, દિલીપસિંહ, દિવ્યાબેન, ધનરાજ, જગુભાઇ (કાલંભડી) શોભનાબાના ભાઇ, ભોપભાઇ, મુન્નાભાઇ તે કૃષ્ણસિંહના સગા થાય છે તે બધા લોકોનું મારા પર એટલુ દબાણ છે કે મારે આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે.'પતિએ સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે એ મુજબ તેમણે સોનાનો વહિવટ કર્યો હતો. મારા પતિ પાસેથી રૂ. 75 લાખ કટકે કટકે શોભનાબા તથા કૃષ્ણસિંહને આપ્યા હતાં. જે રકમ શોભનાબા પાછા આપી શકે તેમ નથી તેવું શોભનાબાએ કહ્યું હતું.
'તમે વ્યાજનો ધંધો કરો છો, ફરીયાદ કરીશ'
આ ઉપરાંત મારા પતિને આ લોકોએ 37 લાખના સોનાના પડીકા આપ્યા હતાં. તે મારા પતિએ બેંકમાં મુકી 21 લાખ અને સગા પાસેથી 16 લાખ લઇ શોભનાબાને આપ્યા હતાં. બેંકમાં પૈાસ ભર્યા વગર સોનાના પડીકા મળે તેમ ન હોઇ છતાં શોભનાબા અને તેના પતિ પૈસા વગર કોઇપણ હીસાબે દાગીના પાછા માંગતા હતાં અને સતત દબાણ કરી મારી નાંખવાની ધમકી આપતાં હતાં.
" isDesktop="true" id="1135243" >
તેમજ મુન્ના સાંઢવાયાવાળા પાસે મારા પતિએ હાથે લખેલી ડાયરીના 37 લાખનું લખાણ હોઇ તે પણ આ લખાણ બતાવી મારા પતિને તમે વ્યાજનો ધંધો કરો છો, ફરીયાદ કરીશ તેમ કહી ધમકાવતો હતો. શોભનાબા અને તેના પતિ 37 લાખનું સોનુ એમ ને એમ પાછુ આપી દેવાનું અને પૈસા ભુલી જવાનું કહી મારા પતિને પતાવી દેવાની અને પોતાની પાસે ગુંડા છે, તારા છોકરાને ઉપાડી જશે તેવી ધમકી આપતાં હતાં.
મારા મૃતદેહને અગ્નિદાહ દીકરી કાવેરીને કહેજો આપે
મારી દીકરી કાવેરી જ મારા મૃતદેહને અગ્નિદાહ આપે તે મારા દીકરા કરતા વિશેષ છે. હું જ્યાં ફ્લેટમાં રહું છું, તે મારા પોતાના નામે સ્વતંત્ર છે, જે હું મારી દીકરી કાવેરીના નામે વસિયતનામું કરૂં છું, જેથી ફ્લેટ બાબતે કોઈએ માથાકૂટ કરવી નહીં, તેમજ ફ્લેટ પર લોન નથી અને સ્વતંત્ર છે.
પતિએ સ્યુસાઇડ નોટમાં જેટલા નામ લખ્યા છે એ બધાના દબાણથી તેઓ ખુબ ડરી ગયા હોઇ તેઓ મરી જવા મજબૂર થયા છે.પતિએ ધંધાકીય લેવડ દેવડના 75 લાખ આપ્યા હતાં. ઉપરાંત 37 લાખના સોનાના પડીકા આપ્યા હતાં. આ બધી મત્તા શોભનાબા સહિતના ઓળવી ગયા હોઇ અને માથે જતાં મારા પતિ પાસે પૈસા માંગતા હોઇ ધમકી આપતાં જેથી તેઓ ઝેર પી મરી જવા મજબૂર થયા છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી 4 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.