Home /News /gujarat /રાજકોટઃ લુખ્ખાઓના આતંકનો live video, ચાલુ કારમાંથી સળગતા ફટાકડા રસ્તા પર ફેંક્યા

રાજકોટઃ લુખ્ખાઓના આતંકનો live video, ચાલુ કારમાંથી સળગતા ફટાકડા રસ્તા પર ફેંક્યા

વાયરલ વીડિયો પરથી તસવીર

rajkot crime news:અલ્ટો કારમાં (Alto car) સવાર વ્યક્તિ ચાલુ ગાડીએ રસ્તા પર સળગતા ફટાકડા (Burning fireworks) ફેંકી રહ્યો છે. જેના કારણે વાહનચાલકો હેરાન (Drivers)પરેશાન થઈ રહ્યા છે.

રાજકોટઃ રાજકોટ શહેરમાં (rajkot city news) હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (video viral on social media) થઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે અલ્ટો કારમાં સવાર વ્યક્તિ ચાલુ ગાડીએ રસ્તા પર સળગતા ફટાકડા (fire cracker) ફેંકી રહ્યો છે. જેના કારણે વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

Alto કાર ચાલક જ્યારે આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરી રહ્યો હતો. ત્યારે એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં (mobile phone) કેદ કરી લીધો હતો. ત્યારે વાયરલ વીડિયો મામલે પોલીસ (rajkot police) દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી બચ્યાં છે. ત્યારે રાજકોટ શહેરમાં ઠેરઠેર જગ્યાએ ફટાકડાના સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરમાં હાલ ફટાકડા નું વેચાણ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટ શહેરના એસ્ટ્રોન ચોક નજીક સરદાર નગર મેન રોડનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ 'પતિ ખુદ લેસ્બિયન વાળી સ્ટોરી લખી મારી પાસે પ્લે કરાવતા, કંઈ અજુકતું થાય એ પહેલા મદદ કરો', યુવતીનો video viral

જે વીડિયોમાં MH06AL 1416 નંબરની કારમાં સવાર વ્યક્તિ ચાલુ ગાડીએ ફટાકડા સળગાવી રોડ પર ફેંકી રહ્યો છે. જેના કારણે રોડ પરથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ-મુંબઈઃ બે કિલો Gold સાથે મુસાફર ઝડપાયો, સોનું સંતાડવાની રીત જોઈ અધિકારીઓ પણ માથું ખંજવાળવા લાગ્યા

સમગ્ર મામલે વીડિયો 26 મી ઓક્ટોબર મંગળવારના રોજ નો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. જોકે હજુ સુધી વાયરલ વીડિયો અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવા નથી પામી. ત્યારે વાયરલ વિડીયો અંગે પોલીસ કેટલા સમયમાં ગુનાહિત કૃત્ય આચરનાર વ્યક્તિને ઝડપી પાડે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ ઇકબાલગઢમાં રોટાવેટરમાં ફસાઈ જતાં યુવકનું મોત, આખું શરીર છુંદાઈ ગયું, પરિવારમાં આક્રંદ

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગત સપ્તાહે રાજકોટ મોરબી હાઇવે પર આવેલા રતનપર પાસે ત્રણ જેટલા યુવાનો બાઈક પર સુતા સુતા સ્ટંટ કરી રહ્યા હોય તે પ્રકારનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ સ્મીમેર હોસ્પિટલની મહિલા રેસિડેન્ટ ડોક્ટરે કર્યો આપઘાત, પુત્રીના મોતથી માતાનું હૈયાફાટ રુદન

વાયરલ વિડીયો મામલે પોલીસે તપાસ પણ શરૂ કરી હતી. જોકે હજુ સુધી વાયરલ વીડિયો મામલે એક પણ યુવાનની ધરપકડ કરવામાં નથી આવી. ઉલ્લેખનીય છે આગામી ચાર નવેમ્બરે દિવાળી છે. અને અત્યારે લોકો ફટાકડા અને કપડા સહિતની વસ્તુઓની ખરીદીમાં લાગી ગયા છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Diwali 2021, Latest viral video, Rajkot News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો