Home /News /gujarat /રાજકોટઃ 'પતિ ખુદ લેસ્બિયન વાળી સ્ટોરી લખી મારી પાસે પ્લે કરાવતા, કંઈ અજુકતું થાય એ પહેલા મદદ કરો', યુવતીનો video viral

રાજકોટઃ 'પતિ ખુદ લેસ્બિયન વાળી સ્ટોરી લખી મારી પાસે પ્લે કરાવતા, કંઈ અજુકતું થાય એ પહેલા મદદ કરો', યુવતીનો video viral

યુવતીના વાયરલ વીડિયો પરથી તસવીર

rajkot news: નવ મિનિટ અઢાર સેકન્ડના વીડીયોમાં (video) યુવતી પોતાના પૂર્વ પતિ પર કેટલાક ચોંકાવનારા (ex husband harassment) આક્ષેપો કરી રહી છે. તો સાથે જ છેલ્લા 11 વર્ષમાં પોતાની સાથે બનેલા બનાવો પણ વ્યક્ત કર્યા હતા.

રાજકોટઃ હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર (Social media platforms) રાજકોટ શહેરની એક યુવતીએ (rajkot girl video viral) પોતાના ચાર વર્ષના દીકરા સાથે એક વીડિયો પોસ્ટ કર્યો છે. યુવતીએ પોસ્ટ કરેલા વીડિયોમાં તે પોતે રડતી દેખાઈ રહી છે. નવ મિનિટ અઢાર સેકન્ડના વીડીયો માં યુવતી પોતાના પૂર્વ પતિ પર કેટલાક ચોંકાવનારા (ex husband harassment) આક્ષેપો કરી રહી છે. તો સાથે જ છેલ્લા 11 વર્ષમાં પોતાની સાથે ક્યા ક્યા બનાવો બન્યા પોતાની પર કોણે કોણે શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો તે તમામ બાબતની કહાણી યુવતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વિડિયો માં જણાવી રહી છે.

વીડિયોની શરૂઆતમાં યુવતી પોતાનું નામ જણાવી રહી છે. તેમજ પોતાને કયા પ્રકારની તકલીફ પડી રહી છે. તેમજ આ તકલીફમાંથી મુક્ત થવા માટે, મુક્ત કરાવવા માટે તે લોકો પાસે આજીજી કરી રહી છે. યુવતી વીડિયોની શરૂઆતમાં જણાવી રહી છે કે હાલના સમયમાં કોઈ પાસે અન્ય કોઈની સમસ્યા સાંભળવાનો સમય નથી. પરંતુ મારી મજબૂરી છે કે, મારે લોકો સુધી મારી વાત પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. વીડિયોમાં યુવતી જણાવી રહી છે કે તેને ત્રણ વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો છે પરંતુ તેના પુત્રનું મોઢું આવતા તે આત્મહત્યા નથી કરી શકી.

વીડિયોમાં યુવતીએ જણાવ્યું છે કે તેના છૂટાછેડા બે મહિના પૂર્વે થઇ ચુક્યા છે. પરંતુ હજુ પણ તેનો પૂર્વ પતિ તેના કામના સ્થળ પર તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ તેના પરિચિતો દ્વારા તેને હેરાન પરેશાન કરી રહ્યો છે.  યુવતી જણાવી રહી છે કે 2014માં તેના લગ્ન થયા હતા. લગ્ન થયાના આઠથી દસ મહિના બાદ પરિવારમાં કલહ-કંકાશ શરૂ થયો હતો. તેના પૂર્વ પતિ ના પિતા એટલે કે પૂર્વ સસરા દ્વારા પણ તેની સાથે ત્રાસ ગુજારવામાં આવતો હતો.

આ પણ વાંચોઃ-shocking: કપલ રોમાંસમાં થયું ગળાડૂબ, સંબંધ બાંધતી વખતે પતિ પહોંચ્યો મોતના મુખ સુધી

પૂર્વ સસરાએ તેના દીકરાને કહ્યું હતું કે, આની સાથે તો તમામ સંબંધો કાપી નાખ. આ આપણા ઘરમાં ન ચાલે. ત્યાર બાદ યુવતી પોતાના પિયર ના લોકો સાથે રહેતી હતી. પરંતુ બાદમાં તેનો પતિ સાસરીયે ગયો હતો અને ત્યારબાદ પોતાની સાથે પોતાની પત્નીને રાખવા સહમત છે. તે પ્રકારનું વચન આપી યુવતીને લઈ તે ગાંધીધામ શિફ્ટ થયો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટ : ચૌધરી પરિવારના ભાવિ તબીબે મેડિકલ હોસ્ટેલમાં કર્યો આપઘાત, કેમ ભરવું પડ્યું આવું પગલું?

ગાંધીધામ શિફ્ટ થયા બાદ પણ મારા પતિ મારા પર શંકા કુશંકા કરતા હતા. તેમજ ગાંધીધામ ખાતે પણ મારા પતિનું એક્સટર્નલ મેરિટલ અફેર ચાલતું હતું. ગાંધીધામ ખાતે પણ મારા પતિ મારા પર હાથ ઉપાડતા હતા. ત્યારબાદ મારો ભાઈ મને રાજકોટ લઈને આવી ગયો હતો. પ્રેગ્નન્સી દરમિયાન પણ મારા પતિએ મારી સાથે મારકૂટ કરી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ સ્મીમેર હોસ્પિટલની મહિલા રેસિડેન્ટ ડોક્ટરે કર્યો આપઘાત, પુત્રીના મોતથી માતાનું હૈયાફાટ રુદન

મારા પતિ લેસ્બિયન વાળી સ્ટોરી લખતા હતા અને ત્યારબાદ તે લેસ્બિયન વાળો રોલ ખુદ મને કરવાનો આગ્રહ પણ કરતા હતા. ત્યારે મારા પતિ માથે ઉભા રહીને મને રોલ કરાવડાવ્યો હતો. ગત દેવદિવાળીએ મારા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા હતા મારા પતિએ મને બટકું ભર્યું હતું. ત્યારબાદ અમારા પિયર આવી ગઈ હતી અને રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સરકારી બસમાં MD ડ્રગ્સ લાવી વેપાર કરતા બે ઝડપાયા, પોલીસને ચકમો આપવા બદલી હતી મોડસઓપરેન્ડ

જે બાદ કોર્ટ કેસ પણ ચાલ્યો હતો અને બે મહિના પહેલાં જ અમારા બંનેના છૂટાછેડા થયા છે. છુટાછેડા માં એક શરત મુકવામાં આવી છે જે મુજબ મારે મહિનામાં એક દિવસ મારા પુત્રને મારા પતિને મળવા દેવાનો હોય છે. અત્યાર સુધીમાં બે વખત મારા પુત્ર અને તેના પતિને મળાવવા માટે લઈ ગઈ છું. પરંતુ બંને વખત ઝઘડાઓ જ થયા છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Gujarati News News, Latest viral video, Rajkot News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો