Home /News /gujarat /રાજકોટ : યુવકને ફાયરિંગનો વિડિયો બનાવો ભારે પડ્યો, જાહેરમાં માગવી પડી માફી

રાજકોટ : યુવકને ફાયરિંગનો વિડિયો બનાવો ભારે પડ્યો, જાહેરમાં માગવી પડી માફી

રાજકોટ પોલીસે ((Rajkot Police) ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા પિસ્તોલ રમકડા (Toy Pistol) ની હોવાનું તેમણે જણાવ્યું હતું જ્યારે ફાયરિંગ કરવાની ઘટના તેમણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો એડિટિંગની મદદથી બનાવી હોવાનું સામે આવ્યું હતું

રાજકોટ પોલીસે ((Rajkot Police) ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા પિસ્તોલ રમકડા (Toy Pistol) ની હોવાનું તેમણે જણાવ્યું હતું જ્યારે ફાયરિંગ કરવાની ઘટના તેમણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો એડિટિંગની મદદથી બનાવી હોવાનું સામે આવ્યું હતું

    હાર્દિક જોશી, રાજકોટ : બાઈક પર સ્ટંટ કરવા ફાયરિંગનો વિડીયો બનાવો જેવી અશોભનીય બાબતો જાણે પોતાની બહાદુરી ગણાતી હોય તેમ અસામાજિક તત્વો ખુલ્લેઆમ આવા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મુકતા હોય છે ત્યારે આવો વધુ એક વિડિયો રાજકોટમાં સામે આવ્યો હતો. ફાયરિંગ કરવા જેવી ગેરકાનૂની પ્રવૃત્તિનો વિડીયો બનાવી પોતે હીરો હોય તેમ ફિલ્મી સ્ટાઇલમાં યુવકે વિડીયો બનાવ્યો હતો અને પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ પણ કર્યો હતો.

    આ વિડીયો જોઈને પ્રથમ દ્રષ્ટિએ તો એવું જ લાગે કે જાણે આવા શકશો બેખોફ બની રહ્યા છે. આવા અસમાજિક તત્વોમાં પોલીસનો ખૌફ ઉડતો જઈ રહ્યો હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું હતું. જે ફાયરિંગનો વિડીયો સામે આવ્યો હતો તેમાં "એકલો પણ એકડો" નામના ગીત પર યુવકે વિડિયો બનાવ્યો હતો.ધોળા દિવસે જાહેર રસ્તા પર આ રીતે વિડિયો બનાવ્યો હોવાનુ સામે આવ્યું હતું. ફાયરિંગનો વિડીયો સામે આવતા જ પોલીસ તંત્ર દ્વારા પણ તપાસનો દોર હાથ ધરાવામાં આવ્યો હતો.

    આ ફાયરિંગ અસલી છે કે એડિટિંગ કરેલું તે પણ એક તપાસનો વિષય બન્યો હતો. યુવકના હાથમાં જે ગન છે તે અસલી છે કે નકલી જેવા અનેક બાબતો અંગે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસ.ઓ.જી ની ટીમને આ ફાયરિંગ કરનાર મળી આવ્યો હતો ઝડપાયેલા શખ્સનું નામ દીપ ગોસ્વામી હોવાનું સામે આવ્યું હતું.



    આ પણ વાંચોપુત્રી અને નોકર વચ્ચે બંધાયા અનૈતિક સંબંધો, માલિકે પુત્ર સાથે મળી રચ્યું ખતરનાક ષડયંત્ર

    પોલીસે ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા પિસ્તોલ રમકડાની હોવાનું તેમણે જણાવ્યું હતું જ્યારે ફાયરિંગ કરવાની ઘટના તેમણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો એડિટિંગની મદદથી બનાવી હોવાનું સામે આવ્યું હતું. જોકે આ પ્રકારના વિડીયોથી સમાજમાં ભય ફેલાતો હોય છે તેથી ઝડપાયેલા શકશે જાહેરમાં તમામ લોકોની માફી માગી હતી. આવી ભૂલ હવે ક્યારેય નહીં કરે તે વાત પણ તેમણે સ્વીકારી હતી
    Published by:kiran mehta
    First published:

    Tags: Rajkot Crime, Rajkot News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन