Home /News /gujarat /

ઉનાળાના પ્રારંભે પાણીના પોકાર, મહિલાઓ બની રણચંડી કર્યો ચક્કાજામ

ઉનાળાના પ્રારંભે પાણીના પોકાર, મહિલાઓ બની રણચંડી કર્યો ચક્કાજામ

રાજકોટમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા ઊભી થઈ છે. અનિયમિત પાણી પુરતાં પાણીનો અભાવને લઇ આજે બુધવારે મવડી વિસ્તારની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને રસ્તા પર બેસી ગઇ હતી. મહિલાઓએ રસ્તા વચ્ચે માટલા ફોડી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

રાજકોટમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા ઊભી થઈ છે. અનિયમિત પાણી પુરતાં પાણીનો અભાવને લઇ આજે બુધવારે મવડી વિસ્તારની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને રસ્તા પર બેસી ગઇ હતી. મહિલાઓએ રસ્તા વચ્ચે માટલા ફોડી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટ# રાજકોટમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા ઊભી થઈ છે. અનિયમિત પાણી પુરતાં પાણીનો અભાવને લઇ આજે બુધવારે મવડી વિસ્તારની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને રસ્તા પર બેસી ગઇ હતી. મહિલાઓએ રસ્તા વચ્ચે માટલા ફોડી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

બનાવના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વોર્ડ નં. 12 મવડી ઓફિસની વોર્ડ ઓફિસે હલ્લાબોલ કરાયું હતુ. જેમાં મહિલાઓ સહિત આ વોર્ડના 4 કોર્પોરેટરોએ માટલા ફોડી ઓફિસની તાળાબંધી કરી હતી. જો કે, મામલો ઉગ્ર બને તે પહેલા પોલીસ દોડી ગઇ હતી અને 4 કોર્પોરેટર સહિત 7ની અટકાયત કરી હતી.

રાજકોટમાં છેલ્લા 9 દિવસમાં ત્રીજી વાર આ પ્રકારનો બનાવ બન્યો છે, જ્યારે મહિલાઓ પાણી ના મળવા મુદ્દે રણચંડી બની હોઈ. આજે મહિલાઓ દ્વારા શહેરના મવડી વિસ્તારમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો. તો સાથો સાથ માટલા પણ ફોડવામાં આવ્યા હતા.

તો બીજી તરફ વાવડી વિસ્તારમાં હાલ પાણીની વિતરણ વ્યવસ્થા ગ્રામ પંચાયત વખતે હતી તે એમ ને એમજ છે. છેલ્લા એક વર્ષ થયા વાવડી વિસ્તાર રાજકોટ કોર્પોરેશનની અંદર ભળી ગયેલો હોવા છતાં હાલ ત્યાં કોઈ પણ પ્રકારની વોટર ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ નથી. આ વાતનો ખુદ સ્વીકાર કરી રહ્યા છે રાજકોટ મનપાના સીટી એન્જીનિયર.

તો આ સમગ્ર ચક્કાજામ મુદ્દે રોડ બ્લોક કરવા અને આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાને લઈને રાજકોટ પોલિસે 7 જેટલાં કોંગી કાર્યકરોની અટકાયત પણ કરી હતી. આખરે પ્રશ્ન તો હવે એ ઉભો થાય છે કે, હજુ તો ઉનાળો શરૂ થયા તેને માંડ 20 દિવસ વિત્યા છે. ત્યારે જો આ પ્રકારની પાણીની વિકટ સમસ્યા ઉભી થતી હોઈ તો આવાનાર દિવસોમાં ઉનાળાના મધ્યમા અને અંતમાં જો નર્મદાનું પાણી રાજકોટને પુરતા પ્રમાણમાં નહીં મળે, તો રાજકોટમાં પાણી મુદ્દે મહિલાઓ ઉગ્ર પ્રકારના આશ્ચર્યજનક કાર્યક્રમ આપતા પણ નહીં અચકાઈ તેવું લાગી રહ્યું છે.
First published:

Tags: ચક્કાજામ, નેતા, પાણી સમસ્યા, પોલીસ`, મહિલાઓ, રાજકોટ, રોષ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन