Home /News /gujarat /Rajkot: 'ભાઈ તું જલ્દી ઘરે આવી જા...' જ્યારે ભાઈ ઘરે પહોંચે છે તો બહેન....
Rajkot: 'ભાઈ તું જલ્દી ઘરે આવી જા...' જ્યારે ભાઈ ઘરે પહોંચે છે તો બહેન....
Rajkot Crime
Rajkot Crime Scene: શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક બહેને પોતાના વ્હાલ સોયા ભાઈને ફોન કરીને ઘરે બોલાવતા ભાઈ ઘરે દોડી ગયો હતો. પરંતુ ભાઈએ જ્યારે રૂમનો દરવાજો તોડ્યો ત્યારે બહેન...
Rajkot: શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક બહેને પોતાના વ્હાલ સોયા ભાઈને ફોન કરીને ઘરે બોલાવતા ભાઈ ઘરે દોડી ગયો હતો. પરંતુ ભાઈએ જ્યારે રૂમનો દરવાજો તોડ્યો ત્યારે બહેનની લટકતી હાલતમાં લાશ જોઈ હતી. ત્યારે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી વંશીતા પરમાર નામની યુવતીએ પોતાના ઘરે પંખાના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધા નો બનાવ સામે આવ્યો છે.
સમગ્ર મામલાની જાણી યુનિવર્સિટી પોલીસને થત્તા યુનિવર્સિટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર દોડી ગયેલી પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી. તેમજ ત્યારબાદ પીએમ ની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી.
યુવતીના ભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, મારી બહેને મને ફોન કર્યો હતો. ફોનમાં કહ્યું હતું કે તું જલ્દી ઘરે આવી જા. મારી બહેનનો ફોન આવ્યા બાદ હું ઘરે દોડી ગયો હતો. ઘરે પહોંચતા મેં રૂમનો દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ અંદરથી દરવાજો ન ખુલતા હું દરવાજો તોડી અંદર જોતા મારી બહેનની લટકતી હાલતમાં લાશ જોવા મળી હતી.
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે વંશીતા ની સગાઈ ગોંડલના યુવક સાથે ચાર માસ પૂર્વે થઈ હતી. અવાર નવાર તેના મંગેતર દ્વારા સગાઈ તોડી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. તેમજ તેને હેરાન પરેશાન પણ કરવામાં આવતી હતી. જેના કારણે તેને લાગી આવતા તેને આ પ્રકારનું અંતિમ પગલું ભરી લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મૃતકે કોલેજના ત્રીજા વર્ષ સુધીનો અભ્યાસ કર્યો છે તેમજ તે બે ભાઈ બહેનમાં નાની હોવાનું પણ સામે આવ્યું છે.