Home /News /gujarat /

Rajkot : Russia-Ukraine યુદ્ધ બાદ સ્ટેશનરીનાં ભાવમાં 25 ટકાનો વધારો, વાલીઓ પર ખર્ચનો બોજો વધ્યો

Rajkot : Russia-Ukraine યુદ્ધ બાદ સ્ટેશનરીનાં ભાવમાં 25 ટકાનો વધારો, વાલીઓ પર ખર્ચનો બોજો વધ્યો

Russia-Ukraine યુદ્ધ બાદ સ્ટેશનરીનાં ભાવમાં 25 ટકાનો વધારો

આ ભાવ વધારાની અસર સ્ટેશનરી (Stationery Product) ઉપર પણ પડી છે. અને ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે સ્ટેશનરીની (Stationery this year) વસ્તુઓમાં 20થી 25 ટકાનો વધારો (20 to 25 percent increase) થયો છે. જેને લઈને વાલીઓ ઉપર ખર્ચનો બોજો વધ્યો છે.

વધુ જુઓ ...
    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: રશિયા અને યુક્રેન(Russia-Ukraine War) વચ્ચે છેલ્લા બે માસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની અસરો વિશ્વભરનાં દેશો (Effects countries around the world) ઉપર પડી રહી છે. અને મેટલ (Metal) સહિતની વસ્તુઓના ભાવમાં મોટો વધારો( increase in prices ) નોંધાયો છે. ત્યારે આ ભાવ વધારાની અસર સ્ટેશનરી (Stationery Product) ઉપર પણ પડી છે. અને ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે સ્ટેશનરીની (Stationery this year) વસ્તુઓમાં 20થી 25 ટકાનો વધારો (20 to 25 percent increase) થયો છે. જેને લઈને વાલીઓ ઉપર ખર્ચનો બોજો વધ્યો છે.

    રાજકોટના નેમીનાથ એન્ટરપ્રાઇઝનાં નામથી વર્ષોથી સ્ટેશનરીનો વેપાર કરતા પ્રતીક સંઘાણીએ જણાવ્યું હતું કે, રશિયા યુક્રેનનાં યુદ્ધ સહિતનાં વિવિધ નકારાત્મક કારણોની અસર સ્ટેશનરીનાં ધંધા ઉપર પણ પડી છે. છેલ્લા ત્રણ મહિનામાં તબક્કાવાર 10થી 25 ટકાનો ભાવ વધારો નોંધાયો છે. જેનું મુખ્ય કારણ રો-મટીરીયલ એટલે કે, કાચો માલ નહીં મળવો છે. હાલ કાગળની સંપૂર્ણપણે અછત છે. તો સ્ટેશનરીની અનેક વસ્તુઓમાં વપરાતા લોખંડની પણ અછત જોવા મળી રહી છે.

    વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચાયનાથી જે વસ્તુઓ આવતી હતી તેનું પ્રમાણ પણ ઘટ્યું છે. રશિયા અને યુક્રેનનાં યુદ્ધની અસર વિવિધ વસ્તુઓની સપ્લાય પર પડતા ભાવ આસમાને પહોંચ્યા છે. અગાઉ બાળકની સ્ટેશનરી માટે વાલીઓને વાર્ષિક રૂ. 2 હજાર જેટલો ખર્ચ કરવો પડતો હતો. જેમાં હાલનાં સમયમાં 20થી 25% જેટલો વધારો છે. ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થતા તેની અસરો બાળકના અભ્યાસ પર જોવા મળી રહી છે.

    સ્ટેશનરીના વેપારી પ્રતીક સંઘાણી રાજકોટ


    આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલે મિશન ગુજરાત શરૂ કર્યું, આ દિવસે ગુજરાતમાં ગજવશે સભા

    સ્ટેશનરીની વાત કરીએ તો તેમાં બોલપેન સહિતની અનેક વસ્તુઓમાં લોખંડનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. હાલ લોખંડનાં ભાવમાં વધારો થવાથી અને લોખંડની અછત સર્જાતા આવી તમામ વસ્તુઓ મોંઘી થઈ છે. બીજીતરફ કાગળની પણ અછત જોવા મળી રહી છે. અને જેટલો માલ આવે તે ઓછો પડે છે. એડવાન્સ રકમ આપવા છતાં માલ મળતો નથી. જેની સીધી અસર બાળકોની ટેક્સ્ટ બુક તેમજ નોટબુકનાં ભાવોમાં જોવા મળી રહી છે. અને તેમાં પણ 25 ટકા જેટલો વધારો નોંધાયો હોવાનું તેમણે સ્વીકાર્યું હતું.

    આ પણ વાંચો: અમદાવાદની કેન્દ્રીય વિદ્યાલયમાં રેગિંગ, વિદ્યાર્થીને યુરિન પીવડાવવા પ્રયત્ન કર્યો

    ઉલ્લેખનીય છે કે, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અનેક વસ્તુઓનાં ભાવોમાં વધારો નોંધાયો છે. તો કેટલીક વસ્તુઓ રૂપિયા આપવા છતાં પણ ન મળતી હોવાનો ઘાટ ઘડાયો છે. ત્યારે સ્ટેશનરી જેવી બાળકોનાં અભ્યાસ માટે જરૂરી વસ્તુને પણ આ યુદ્ધનું ગ્રહણ લાગ્યું છે. જેને લઈને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે યુદ્ધ તો કદાચ થોડા મહિનાઓ બાદ પૂરું થશે. પરંતુ સ્ટેશનરીનાં ભાવોમાં પાછો ઘટાડો આવશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Rajkot city, Russia and Ukraine War, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन