Home /News /gujarat /રાજકોટમાં એક એવી શેરી જ્યાં બે ધારાસભ્યનું છે ઠેકાણું, પાડોશીઓમાં અનેક નામી હસ્તીઓ સામેલ
રાજકોટમાં એક એવી શેરી જ્યાં બે ધારાસભ્યનું છે ઠેકાણું, પાડોશીઓમાં અનેક નામી હસ્તીઓ સામેલ
આ સોસાયટી રાજકોટ અને સૌરાષ્ટ્રના અનેક અગ્રણીઓ માટે જાણીતી છે.
Rajkot News: રાજ રેસીડેન્સીમાં આ બંને ધારાસભ્યો સિવાય અનેક સામાજિક અગ્રણી ઉપરાંત ઉદ્યોગપતિઓ પણ વસવાટ કરે છે બિલ્ડર એસોસિયેશન અગ્રણી પરેશ ગજેરા જેવા અનેક નામી હસ્તીઓ આ સોસાયટીમાં વસવાટ કરે છે અને હવે તો આ સોસાયટીનો વિધાનસભામાં પણ દબદબો જોવા મળશે.
કહેવાય છે કે પહેલો સગો તે પાડોશી. એમાં પણ જો તમારા પાડોસી ધારાસભ્ય હોય એ પણ એક નહીં બબ્બે તો? સ્વભાવિક રીતે જ આ ખુશીની બાબત કહી શકાય ત્યારે રાજકોટમાં પણ એક એવી શેરી આવેલી છે કે જ્યાં બે ધારાસભ્ય રહે છે. રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળા અને જેતપુર-જામકંડોરણા ના ધારાસભ્ય જયેશ રાદડિયા રાજકોટમાં એક જ શેરીમાં રહે છે.
સૌરાષ્ટ્રમાં અનેક એવા વિસ્તારો સોસાયટીઓ હશે કે જ્યાં મોટા પ્રમાણમાં ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનો રહેતા હશે પરંતુ કદાચ આ ગુજરાતનો પ્રથમ કિસ્સો હશે કે જેમાં એક જ શેરીમાં બે ધારાસભ્યો વસવાટ કરે છે. રાજકોટ વિધાનસભા દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળા અને જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયેશ રાદડિયા બંને રાજકોટની શ્રી રાજ રેસીડેન્સીની એક જ શેરીમાં વસવાટ કરે છે.
આમ તો આ સોસાયટી રાજકોટ અને સૌરાષ્ટ્રના અનેક અગ્રણીઓ માટે જાણીતી છે પરંતુ હવે આ સોસાયટીમાં વધુ એક ઇતિહાસ નોંધાઈ ચૂક્યો છે. રાજકોટની શ્રી રાજ રેસીડેન્સીમાં આ બંને ધારાસભ્યો સિવાય અનેક સામાજિક અગ્રણી ઉપરાંત ઉદ્યોગપતિઓ પણ વસવાટ કરે છે બિલ્ડર એસોસિયેશન અગ્રણી પરેશ ગજેરા જેવા અનેક નામી હસ્તીઓ આ સોસાયટીમાં વસવાટ કરે છે અને હવે તો આ સોસાયટીનો વિધાનસભામાં પણ દબદબો જોવા મળશે.
આ સોસાયટીમાં રહેતા લોકો પણ ગર્વ અનુભવી રહ્યા છે એક જ સોસાયટીમાંથી બે ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા એ આ વિસ્તારના લોકો માટે એક ગર્વની ક્ષણ છે. રમેશ ટીલાળાએ જ આ સોસાયટીનું નિર્માણ કરેલું છે અને ચાહે રાજકોટનું ઉદ્યોગ જગત હોય રાજકારણ હોય કે સામાજિક સંસ્થાઓ હોય તમામ જગ્યાએ આ સોસાયટીનો દબદબો છે અને એટલા જ માટે એવું કહેવામાં આવે છે કે રાજકોટમાં શ્રી રાજ રેસીડેન્સીનું રાજ છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર