રાજકોટ : મેનેજરે શેઠની જાણ બહાર 25 જૂની કાર વેચી નાંખી, 84.84 લાખનું ફુલેકુ ફેરવ્યું


Updated: June 21, 2020, 3:10 PM IST
રાજકોટ :  મેનેજરે શેઠની જાણ બહાર 25 જૂની કાર વેચી નાંખી, 84.84 લાખનું ફુલેકુ ફેરવ્યું
મારૂતિ સુઝૂકી ટ્રુ વેલ્યુ કારની પ્રતિકાત્મક તસવીર

શાતિર દિમાગના ફૂલેકાબાજોને શરમાવે તેવો કિસ્સો, કાર કન્ડમ થઈ ગઈ હોવાનું કહીને બારોબાર સોદા પાડ્યા

  • Share this:
રાજકોટના જાણીતા અતુલ મોટર્સવાળા સમર્થ અતુલભાઈ ચાંદ્રા દ્વારા તેની કંપનીના અમદાવાદ ખાતેના ટ્રુ વેલ્યુમાં મેનેજર તરીકે નોકરી કરતા રાજકોટના શક્શ વિરુધ વિશ્વાસઘાત અને છેતરપીંડી ની ફરિયાદ નોંધાવી છે. રાજકોટના એરપોર્ટ રોડ પર ગીતગુર્જરી સોસાયટીમાં રોયલ ઓચિંડ એપાર્ટમેન્ટ માં રહેતા અનુલ મોટર્સ પ્રા. લી. વાળા સમર્થ અતુલભાઇ ચાંદ્રાએ શહેરના એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રૂપિયા 84,84,257 ની છેતરપીંડી થયાની ફરીયાદ નોંધાવી છે.

જેમાં આરોપી તરીકે તેમની કંપનીના અમદાવાદ ખાતેના ટ્રુ વેલ્યુના શો રૂમના મેનેજર પરેશ કરશનભાઇ રાઠોડનું નામ આપ્યું છે. આરોપી પરેશ રાઠોડે અમદાવાદ ખાતે મેનેજરની નોકરી વખતે 25 અલગ અલગ જુની કાર કંપીનીની જાણ બહાર વેંચી નાંખી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તમામ કાર કન્ડમ થઇ ગયાનું કરી તેમજ બોગસ રિસિપ્ટ ઉભી કર્યાનું ફરીયાદમાં જણાવાયું છે.

આ પણ વાંચો :  Solar eclipse 2020 : અમદાવાદીઓએ સૂર્ય ગ્રહણ જોવા આવી ટેકનિક અપનાવી, રોમાંચક તસવીરો


પરેશે અગાઉ પોતે વેચેલી કારની રકમ અંગત ઉપયોગમાં અને બાદમાં પિતાજીના સ્વરપેટીના ઓપેરશન ખર્ચમાં વાપરી હોવાની કબુલાત આપી હતી. જોકે સમગ્ર મામલે એ-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જે રીતે ૨૫ ગાડીની બોગસ રીસીપ્ટ બનાવી વહેચી હતી.

આ પણ વાંચો :  સુરતમાં ગુંડારાજ : ધોળેદિવસે વેપારીનું અપહરણ, ઘટનાનો CCTV Video સામે આવ્યોજેમાં 25 ગાડીની કુલ કીમત રૂપિયા 67,42,980/- કંપનીની જાણ બહાર વેચાણ કરી કંપનીમાં પૈસા જમાં કરાવ્યા નહિ. જે પૈસા પોતાના અંગત લાભ માટે વાપરી જઇ તથા અગાઉની બાકી નિકળતી રકમ રૂ. 8,26,497/- અને ક્લેઇમ પેટે નિકળતી રકમ રૂ. 9,14,497/- મળીને કુલ રૂ. 84,84,25/- ની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ.
First published: June 21, 2020, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading