રાજકોટ : બૂટલેગરે દારૂ સંતાડવા ઘરમાં ગુપ્ત જગ્યા બનાવી હતી, Idea જોઈને પોલીસ પણ ચોંકી ગઈ

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા દરોડા પાડીને રહેણાંક વિસ્તારમાંથી 1.18 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા દરોડા પાડીને રહેણાંક વિસ્તારમાંથી 1.18 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ :  રાજકોટ સહિત (Rajkot) સમગ્ર ગુજરાત (Gujarat) ભરમાં ગેરકાયદેસર રીતે દારૂ ખરીદવો તેમજ દારૂનું વેચાણ કરવા (Liquor ban) પર પાબંધી છે. તેમ છતાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં દર વર્ષે હજારો કરોડ રૂપિયાનો ગેરકાયદેસર રીતે દારૂનું ખરીદ-વેચાણ થાય છે. સરકાર તેમજ પોલીસ દ્વારા અનેક (Police) ચેકિંગ હાથ ધરવામાં આવે છે તેમ છતાં ગુજરાત બાર થી દારૂ લાવીને ગુજરાતના શહેરો તેમજ ગામડાઓ સુધી દારૂ પહોંચાડવામાં આવે છે. દરમિયાન સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં હવે દારૂનું દુષણ મોટા પાયે ઘર કરી ગયું છે. દિનપ્રતિદિન પોલીસના દરોડામાં દારૂના જથ્થા મળી આવે છે ત્યારે પોલીસે પાડેલી એક રેડમાં બૂટલેગરે પોતાના ઘરમાં એવી જગ્યાએ દારૂ સંતાડ્યો હતો કે કોઈને સપને પણ વિચાર ન આવી શકે.


પોલીસથી દારૂ છોડવા માટે બુટલેગરો અને નવા નવા કિમિયા અપનાવતા હોય છે ક્યારેક દૂધના ટેન્કર માં તો ક્યારેક દૂધ ના કેન માં દારૂની બોટલો છુપાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે. ત્યારે રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (university police station rajkot) દ્વારા રૈયા રોડ પાસે આવેલ સેલ્સ હોસ્પિટલ ની પાછળ રૈયારાજ શેરી નંબર22 માં આવેલા એક રહેણાંક મકાનમાંથી 81 બોટલ જેટલો ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.


પોલીસે આ મામલે 1 લાખ 18 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તો સાથે જ હમીરભાઇ મારકીભાઈ ઝાલા નામના શખ્સની અટકાયત પણ કરવામાં આવી છે.ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ વી રબારીએ જણાવ્યું હતું કે પોલીસથી વિદેશી દારૂનો જથ્થો છૂપાડવા માટે આરોપી પોતાના રહેણાંક મકાનમાં એક સોફા ની અંદર છુપાવીને રાખતો હતો.


કોઈને ખબર ન પડે તે રીતે તેને સોફાના નીચેના ભાગે એક ખાનું પણ બનાવ્યું હતું. જે ખાનામાંથી તે દારૂની બોટલ અંદર છુ પાડતો હતો કેમ જરૂર પડી એ તેમાંથી બહાર કાઢતો હતો.
Published by:user_1
First published: