Home /News /gujarat /રાજકોટઃ ખાડામાં બાઈક લઈને પડેલા યુવકના મોતની ઘટનામાં આખરે ફરિયાદ નોંધાઈ, પિતાએ કરી છે મોટી માંગ

રાજકોટઃ ખાડામાં બાઈક લઈને પડેલા યુવકના મોતની ઘટનામાં આખરે ફરિયાદ નોંધાઈ, પિતાએ કરી છે મોટી માંગ

રાજકોટમાં બાઈક લઈને ખાડામાં પડેલા યુવકનું મોત થયું

Rajkot police: રાજકોટમાં રૈયા રોડ પર ખાડામાં પડીને મોતને ભેટેલા યુવકના કેસમાં હવે પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરવામાં આવશે. યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ખાડામાં પટકાયો હતો અને ગંભીર ઈજાઓ થયા પછી તેનું મોત થઈ ગયું હતું. મૃતક હર્ષના પિતાએ આ અંગે જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવા અંગે રજૂઆત કરી છે.

વધુ જુઓ ...
રાજકોટઃ શહેરના રૈયા રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હર્ષ ઠક્કર બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે રોડની વચ્ચેવચ્ચ થઈ રહેલા કંસ્ટ્રક્શન કામ માટે ખોદવામાં આવેલા ખાડામાં પડ્યા બાદ ઘટના સ્થળ પર જ જીવ ગુમાવી દીધો હતો. આ ઘટના બાદ લોકોએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરશનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. મામલો વધારે ચગ્યા બાદ ખાડાની ફરતે આડશ મૂકવામાં આવ્યા હતા, અને પોલીસના જવાનો પણ ઘટના સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. ઘોડા છૂટી ગયા બાદ તબેલા તાળા મારવા જેવી હાલત થતા લોકોએ તંત્ર સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. શહેરમાં અન્ય સ્થળ પર ચાલતા બ્રિજના કંસ્ટ્રક્શન અને ત્યાં લેવામાં આવેલા તકેદારી અંગે પણ લોકોએ સવાલ ઉભા કર્યા છે.

મૃતક હર્ષના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ


રાજકોટમાં ખાડામાં પડવાથી યુવકનું મોત થવાની ઘટનામાં મૃતક હર્ષના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે. તેમણે મહાનગર પાલિકાના જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરી છે. પિતાએ ઘટનાના 15 મિનિટ પહેલા જ વાત કરી હતી અને આ ઘટના અંગે તેમણે તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને લઈને પિતાના તથા પરિવારના સભ્યોના આંસુ રોકાઈ રહ્યા નથી.

આ પણ વાંચોઃ ગાંધીનગરઃ મંજૂરી વિના ઝાડીમાં કે અન્ય જગ્યાએ નોનવેજનું વેચાણ કરનારાઓની ખેર નથી

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હર્ષના પિતાએ સાપરાધ મનુષ્યવધની ફરિયાદ કરી છે. ખાડો કોની બેદરકારીના કારણે ખુલ્લો રહ્યો હતો તે અંગે તપાસ કરવા માટેની આ ફરિયાદમાં માગણી કરવામાં આવી છે. આ સાથે કોના આદેશથી ખાડો ખોદવામાં આવ્યો તે અંગે પણ તપાસ કરવા માટેની માગણી કરવામાં આવી હતી અને કોના દ્વારા તેનું સુપરવિઝન કરાઈ રહ્યું હતું તેની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે.


શું છે યુવકના મોતની આખી ઘટના?


રાજકોટના રૈયા રોડ પર ટેલિફોન એક્સ્ચેન્જ પાસેથી હર્ષ ઠક્કર નામનો યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની બાઈક લઈને ખાડામાં પડ્યો હતો. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. કંસ્ટ્રક્શન માટે ખોદવામાં આવેલા ખાડામાં હર્ષ બાઈક લઈને પડ્યા બાદ લોકોના અહીં એકઠા થઈ ગયા હતા, પરંતુ હર્ષને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેનો જીવ બચાવી શકાયો નહોતો.
First published:

Tags: Rajkot city, Rajkot News, Rajkot police, Road accident