રાજકોટ : પિતા પાન-બીડીની એજન્સી ધરાવતાં હતાં, પુત્રને કંઇક અલગ કરવાની ઇચ્છા હતી, આવ્યો પોલીસની પકડમાં

રાજકોટ : પિતા પાન-બીડીની એજન્સી ધરાવતાં હતાં, પુત્રને કંઇક અલગ કરવાની ઇચ્છા હતી, આવ્યો પોલીસની પકડમાં
રાજકોટ : પિતા પાન-બીડીની એજન્સી ધરાવતાં હતાં, પુત્રને કંઇક અલગ કરવાની ઇચ્છા હતી, આવ્યો પોલીસની પકડમાં

વિદેશી સિગારેટના બોકસ પર ધુમ્રપાનથી કેન્સર થાય છે તેવી ચેતવણી અને ચિત્રો હોતા નથી

  • Share this:
રાજકોટ : રાજકોટ શહેરમાં ગેરકાયદેસર તમાકુ વેચાણ અને સિગરેટની પ્રવૃત્તિ અટકાવવાની સુચના અંતર્ગત એસઓજીએ સાધુ વાસવાણી રોડ પર ટોપલેન્ડ રેસિડેન્સી બ્લોક નં. કે-66માં રહેતાં પારસ નવીનભાઇ દોશીના ઘરમાં દરોડો પાડી તેને 1,64,250ની કિંમતના વિદેશી સિગારેટના 2730 પેકેટ (273 બોકસ ) સાથે પકડી લીધો છે. આ વિદેશી સિગારેટના બોકસ પર ધુમ્રપાનથી કેન્સર થાય છે તેવી ચેતવણી અને ચિત્રો હોતા નથી.

પારસ આવી સિગારેટ મુંબઇની મિલન માર્કેટના ગુંજુ નામના શખ્સ પાસેથી મંગાવી પેકેટ દીઠ બે-ત્રણ ગણી વધુ રકમ લઇ કમાણી કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. એસઓજીના વિજેન્દ્રસિંહ ઝાલા, કોન્સ મ.અઝહરૂદીન બુખારી તથા કોન્સ. સોનાબેન મુળીયાને મળેલી બાતમી પરથી પીએસઆઇ એમ. એસ. અન્સારી અને ટીમે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. ગેરકાયદે વિદેશી સિગારેટનો જથ્થો મળતા તમાકુ નિયંત્રણ ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.આ પણ વાંચો - રોજીરોટી માટે સુરત આવેલા પ્રરપ્રાંતીય યુવાનોને કામ ના મળતા ચોરી કરવાનું શરૂ કર્યું

પારસે પ્રાથમિક પુછતાછમાં કબુલ્યું હતું કે અગાઉ તેના પિતા પાન-બીડીની એજન્સી ધરાવતાં હતાં. પોતે કંઇક અલગ કરવા ઇચ્છતો હોવાથી મુંબઇની મિલન માર્કેટના ગુંજુ નામના શખ્સનો સંપર્ક કરી ત્યાંથી વિદેશી સિગારેટ લાવી જે ભાવે હોય તેના કરતાં અઢી-ત્રણ ગણા ભાવે પાનની દૂકાનો કે શોખીન ગ્રાહકોને વેંચી દેતો હતો. છ મહિનાથી આ ધંધો ચાલુ કર્યો હતો.

મહત્વનું છે કે જે રીતના વિદેશી સિગરેટ પર પ્રતિબંધ છે ત્યારે પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે 273 બોક્સ સાથે પારસ નામના શખ્સને ઝડપી પાડયો છે ત્યારે હવે પોલીસે તેની વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત શહેરમાં અન્ય કોઈ લોકો આ પ્રમાણે મુંબઈથી વિદેશી સિગરેટ મંગાવી શહેર અથવા તો અન્ય જગ્યાઓ પર વેચાણ કરે છે. કેટલા રૂપિયામાં વિદેશી સિગરેટના જથ્થો વેચાય છે તે તમામ મુદ્દાઓની વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:January 07, 2021, 16:19 pm

ટૉપ ન્યૂઝ