Home /News /gujarat /

રાજકોટ: પતિ ટિફિન લઈને ઓફિસ જતો ત્યારે તેના બે મિત્રો ઘરે આવી જતા હતા, પતિએ પત્નીને રંગેહાથ પકડી

રાજકોટ: પતિ ટિફિન લઈને ઓફિસ જતો ત્યારે તેના બે મિત્રો ઘરે આવી જતા હતા, પતિએ પત્નીને રંગેહાથ પકડી

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Rajkot extramarital affair: પત્નીની વર્તણૂંક શંકાસ્પદ લાગતા પતિએ ઘરમાં ગુપ્ત રીતે સીસીટીવી કેમેરા લગાવી દીધા, જેમાં પત્ની અને તેના મિત્રની બીભત્સ હરકત કેદ થઈ ગઈ હતી.

  રાજકોટ: મિત્ર અને પત્નીએ દગો દીધો હોય તેવી એક ફરિયાદ રાજકોટ બી ડિવિઝન પોલીસ (B division police station) ચોપડે નોંધાઈ છે. દોસ્ત દોસ્ત ન રહા જેવા આ કિસ્સામાં ફરિયાદી યુવકે તેની પત્નીને તેના મિત્રની સાથે એક હોટલમાં કઢંગી હાલતમાં પકડી (Man caught wife with friend) પાડી હતી. જે બાદમાં યુવક તેની પત્નીને તેના પિયરમાં મૂકી આવ્યો હતો. યુવકે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યાં હોવા છતાં પત્ની તેના જ બે મિત્રોના પ્રેમમાં પડી ગઈ હતી. યુવકને શંકા જતાં તેણે ઘરમાં જ ખબર ન પડે તે રીતે સીસીટીવી કેમેરા ગોઠવી દીધા હતા. સીસીટીવીમા પત્નીની શંકાસ્પદ હરકતો કેદ થયા બાદ પતિએ તેની પત્નીને તેના જ એક મિત્ર સાથે કઢંગી હાલતમાં એક હોટલમાં પકડી પાડી હતી.

  પત્ની કારણ વગર ઝઘડા કરવા લાગી હતી

  આ કેસની મળતી વિગત પ્રમાણે જૂનાગઢ પંથકના સંદીપ ભાખરે તેના મિત્ર હિરેન વઘાસિયા અને અરવિંદ વઘાસિયા સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. સંદીપ સીસીટીવી તેમજ કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરે છે અને રાજકોટ ખાતે જ 150 પૂટ રિંગરોડ ખાતે આવેલી એક સોસાયટીમાં રહે છે. ફરિયાદ પ્રમાણે સંદીપે 2019ના વર્ષમાં રાજકોટમાં જ રહેતી એક યુવતી સાથે લગ્ન કર્યાં હતા. સંદીપના આ પ્રેમ લગ્ન હતા. લગ્ન બાદ થોડા સમય બધુ બરાબર ચાલ્યું હતું પરંતુ થોડા સમયમાં બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. ફરિયાદ પ્રમાણે પત્ની આખો દિવસ મોબાઇલ ફોનમાં જ લાગેલી રહેતી હતી.

  આ પણ વાંચો: બનાસકાંઠા: પ્રેમિકાએ શરીર સંબંધની ના કહેતા ઉશ્કેરાયેલા પ્રેમીએ કુહાડીથી હત્યા કરી નાખી, પુત્રને પણ પતાવી દીધો

  સંદીપ મૂળ મેંદરણા પંથકનો હતો. લગ્ન બાદ સંદીપના જ બે મિત્રો તેના ઘરે અવારનવાર આવતા-જતાં હતા. આ દરમિયાન સંદીપને કંઈક શંકા પડી હતી. પત્ની અને બે મિત્રોની હરકત અલગ લાગતા સંદીપે તેના જ ઘરમાં ગુપ્ત રીતે સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા. સીસીટીવી ફૂટેજની તપાસ કરતા સંદીપના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સંદીપને જોયું કે તેના બહાર ગયા બાદ તેના બે મિત્રો ઘરે આવતા હતા. એક ફૂટેજમાં અરવિંદ તેની પત્ની સાથે બીભત્સ વર્તન કરતો નજરે પડ્યો હતો.

  આ પણ વાંચો: આણંદ: પ્રેમ પ્રકરણમાં પરિણીત પ્રેમિકાના પતિએ પ્રેમીનું ઢીમ ઢાળી દીધું, બર્થ-ડે પાર્ટીમાં બોલાવી દગો કર્યો

  પત્નીને રંગેહાથ પકડી

  યુવકની ફરિયાદ પ્રમાણે ગત માર્ચ મહિનાની 24મી તારીખે તેની પત્નીએ કારણ વગર જ તેમને સમયસર ટિફિન બનાવી આપ્યું હતું. સામાન્ય રીતે ટિફિટ બાબતે બંનેને અવારનવાર ઝઘડા થતા હતા. આ સમયે સંદીપને શંકા પડી હતી. જેથી તે પોતાના નિત્યક્રમ મુજબ સવારે ઓફિસ જવા માટે નીકળી ગયો હતો. જોકે, ઘરથી થોડે આગળ જઈને તે ઊભો રહી ગયો હતો. સંદીપે જોયું કે તેના ગયા બાદ તેની પત્ની પણ સ્કૂટર લઈને ઘર બહાર નીકળી હતી અને કુવાડવા રોડ ખાતે આવેલી એક હોટલમાં પહોંચી ગઈ હતી.

  આ પણ વાંચો: શું તમને તમારી કંપનીએ આરોગ્ય વીમો આપ્યો છે? તો આ પાંચ સ્ટેપ જરૂર અનુસરો, ભવિષ્યમાં ક્લેમ પ્રોસેસ થશે સરળ

  સંદીપે હોટલમાં જઈને તપાસ કરતા ત્યાં તેનો મિત્ર હિરેન હાજર હતો અને તે તેની પત્ની સાથે કઢંગી હાલતમાં હતો. જે બાદમાં સંદીપ તેની પત્નીને તેના પિયર મૂકી આવ્યો હતો. આ મામલે સંદીપે બંને મિત્રોને ઠપકો આપતા બંનેએ સંદીપને ધમકી આપી હતી. આ મામલે બી ડિવિઝન મથકે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Extramarital Affair, Hotel, Husband, Wife, ગુનો, પોલીસ, રાજકોટ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन