રાજકોટ : 'હું પ્રેમી સાથે ઘર છોડીને ભાગી હતી, તે મને મૂકીને જતો રહ્યો છે, મારી મદદ કરો,' 181ની પ્રસંશનીય કામગીરી

રાજકોટ : 'હું પ્રેમી સાથે ઘર છોડીને ભાગી હતી, તે મને મૂકીને જતો રહ્યો છે, મારી મદદ કરો,' 181ની પ્રસંશનીય કામગીરી
પ્રતિકાત્મક તસવીર

ગોંડલની યુવતીને પ્રેમમાં ઘર છોડવું ભારે પડી ગયું હતું, જોકે એક ફોનના કારણે તેની જિંદગીમાં આવી ગયો નવો વળાંક

  • Share this:
રાજકોટ : પ્રેમ એટલે (Love) અંતરની એવી વેદના જેમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે જીવી લેવાના અને સાથે મરી જવાના કોલ આપે છે. ફક્ત કોલ ન આપતા પ્રેમમાં મોતને પણ વ્હાલું કરી દે છે. સમાજમાં અનેક એવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે કે પ્રેમીઓ સમાજ એક નહીં થવા દે તેની બીકે આપઘાત કરી લીધો હોય છે. જોકે પરિવારની સંમતિ વગર કાયદાકીય રીતે પુખ્ત યુવક યુવતિ પોતાની મરજી મુજબ લગ્ન (Love Marriage) કરી શકે છે પરંતુ છતાં આપણા સમાજમાં પ્રેમ લગ્ન હજુ પણ એક મર્યાદા અને સામાજિક વાડાઓનો વિષય બની રહ્યો છે. આ સ્થિતિમાં સમાજના ડરે ગોંડલની (Lover of Gondal) પ્રેમિકા સાથે ભાગેલો રાજકોટ પ્રેમી (Rajkot Lover) તેની પ્રેમિકાના સાંજે પરત મૂકી જ તો રહ્યો હતો. જોકે, શરમ સંકોચમાં મૂકાઈ ગયેલી યુવતીએ 181 મહિલા હેલ્પલાઇનની (181 Woman Helpline Abhayam) મદદ માંગતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે. યુવતીએ 181ને ફોન કરીને કહ્યું હતું કે 'હું પ્રેમી સાથે ઘર છોડીને ભાગી હતી, તે મને મૂકીને જતો રહ્યો છે, મારી મદદ કરો' જોકે, આ ફોન મળતાની સાથે જ યુવતીની ભૂલ પશ્ચાતાપમાં બદલાઈ ગઈ અને તેને નવી જિંદગી પણ મળી ગઈ હતી.

બનાવની વિગત એવી છે કે રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતી એક 35 વર્ષીય યુવતી કંપનીમાં નોકરી કરે છે. આ યુવતીને છેલ્લા કેટલાય સમયથી રાજકોટના યુવક સાથે પ્રણય ફાગ ખીલ્યો હતો. જોકે, બંનેની જ્ઞાતિ અલગ અલગ હોવાથી સમાજ નહીં સ્વીકારે તેવો ડર પ્રેમી પંખીડાઓને સતાવી રહ્યો હતો. દરમિયાન સાથે જીવવા મરવાના કોલ આપી ચુકેલા આ પ્રેમીઓએ ફાની દુનિયાનો ડર મૂકીને સાથે જીવી લેવાનું નક્કી કર્યુ હતું.આ પણ વાંચો :  રાજકોટ : સામાન્ય અકસ્માત બાદ ખેલાયો ખૂની ખેલ, યુવકે છરી વડે હુમલો કર્યો, CCTV Videoમાં ઘટના કેદ

અગાઉથી કરેલા આયોજન મૂજબ યુવકે યુવતીને ઘર છોડવાનું કહી દીધું હતું એટલે યુવતી સર્વસ્વ છોડીને પોતાના પ્રિયતમ સાથે રહેવા માટે આવલી ગઈ હતી. દરમિયાન યુવક પણ તેને લઈને નીકળી ગયો હતો. જોકે, કહાણીમાં ટ્વીસ્ટ ત્યારે આવ્યો જ્યારે યુવતીના પરિવારજનોને ઘટનાની જાણ થઈ છે તેવો ડર યુવકને સતાવ્યો અને તેનો પ્રેમ બાષ્પીભવન થઈ ગયો. યુવક આખો દિવસ રહ્યા બાદ પ્રેમિકાને પરત મૂકી ગયો અને ગોંડલ આવી અને તરછોડી દીધી.

પોતાના પ્રેમ ખાતર માબાપને છોડીને આવેલી પ્રેમિકા માટે હવે ઉપર આકાશ અને નીચે ધરતી હતી. શરમમાં મૂકાયેલી યુવતીને ક્યાં જવું અને કોને કહેવું તેની સમજ નહોતી પડતી. જોકે, આ ડરની વચ્ચે તેને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહિલા હેલ્પ લાઇન અભયમ યાદ આવી. યુવતીએ 181 નંબર પર ફોન કર્યો અને મદદ માંગી. 181એ આજદિન સુધી જે કરતી આવી છે તે જ થયું ઘડીના છઠ્ઠા ભાગમાં એક દીકરીની મદદ માટે અભયનની ટીમ આવી પહોંચી.

આ પણ વાંચો : સુરત : કરૂણ ઘટના! પિતાના ઠપકા બાદ 10માં ધોરણમાં ભણતા દીકરાએ આપઘાત કર્યો, અસહનશીલતાની પરાકાષ્ઠા

યુવતીની વ્યથા જાણીને ટીમ તેને ઘરે લઈ ગઈ. યુવતીએ પોતાના પરિવાર પાસે ખુલ્લા મને સ્વીકાર કરીને માફી માંગી. પરિવારે ભવિષ્યમાં આ ભૂલ ન થાય તે શરતે સ્વીકાર પણ કરી લીધો. આમ પ્રેમમાં દગો ખાયેલી યુવતીને અંતે તો પોતાના પરિવારનો જ સહારો મળ્યો પરંતુ જો તેણે 181માં ફોન કરવાના બદલે કોઈ અજુગતું પગલું ભર્યુ હોત તો આજે પરિવાર માટે કઈક જુદી સ્થિતિ હોત. આમ પ્રેમમાં પડેલી યુવતીઓ માટે પણ આ ચેતવણી રૂપ કિસ્સો છે.
Published by:Jay Mishra
First published:January 29, 2021, 13:43 pm

ટૉપ ન્યૂઝ