Home /News /gujarat /રાજકોટઃ 2018માં રસ્તા વચ્ચે 'રાજકોટ કા રાજા' video બનાવવો ભારે પડ્યો, B.B. જાડેજા અને ભાવિન ફીચડિયાની અટકાત
રાજકોટઃ 2018માં રસ્તા વચ્ચે 'રાજકોટ કા રાજા' video બનાવવો ભારે પડ્યો, B.B. જાડેજા અને ભાવિન ફીચડિયાની અટકાત
પકડાયેલા આરોપીઓની તસવીર
બંને યુવાનોએ જાહેર જનતાની માફી માગતા વીડિયો પણ શેર કર્યા છે. તો સાથે જ વીડિયોમાં જણાવ્યું હતું કે વર્ષ 2018માં કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ પાસે વીડિયોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.
રાજકોટ: શહેરના રસ્તા પર બે નબીરાઓ કાર મુખ્ય માર્ગ પર વચ્ચો વચ્ચ ટ્રાફિક જામની (traffic jam) સમસ્યા સર્જાય તે પ્રકારે પાર્ક કરીને ડાન્સ (dance video viral) કરતા હોય તેવો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં (social media) વાઇરલ થયો હતો. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ (rajkot crime branch) દ્વારા વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી હતી. ત્યારે ગણતરીની કલાકોમાં બંને નબીરાઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે.
તો સાથે જ બંને યુવાનોએ જાહેર જનતાની માફી માગતા વીડિયો પણ શેર કર્યા છે. તો સાથે જ વીડિયોમાં જણાવ્યું હતું કે વર્ષ 2018માં કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ પાસે વીડિયોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે બંને લોકોની અટકાયત કરવામાં આવી છે તેનું નામ ભાવિન ફીચડીયા તેમજ બલરાજ સિંહ જાડેજા છે. ત્યારે માફી માગતો વીડિયો હાલ બલરાજ સિંહ જાડેજા દ્વારા જે શેર કરવામાં આવ્યો છે તેમાં તેણે જણાવ્યું છે કે પોતે બીબી મ્યુઝિક નામની youtube ચેનલ ચલાવે છે.
સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોમાં બે નબીરાઓ રાત્રિના સમયે મુખ્ય રસ્તા પર કાર ઊભી રાખી ટ્રાફિક સમસ્યા ઊભી કરી રહ્યા હોય તે પ્રકારનો વીડિયો વાયરલ થયો છે.
વાયરલ થયેલા વીડિયોમાં બંને યુવકો ડાન્સ કરી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે રસ્તાની વચ્ચોવચ કાર ઉભી રાખતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હોવાનું વીડિયોમાં દેખાઇ રહ્યું છે. જે પ્રકારે વીડિયો વાયરલ થયો છે તેમાં રાજકોટ કા રાજા ગીત પર બંને યુવકો ડાન્સ કરી રહ્યા હોય તેવું પણ સામે આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે lockdown દરમિયાન એપ્રિલ મહિનામાં રાજકોટ શહેરના અમીનમાર્ગ રોડ પર નો એક વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયોમાં બે જેટલા યુવાનો કારની અંદર ટેપ વગાડી કારના આગળના ભાગમાં રાસ રમતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો જે મામલે સંબંધિત વ્યક્તિઓની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી.
ત્યારે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં lockdown દરમિયાન જાહેરમાં ક્રિકેટ અને પત્તા રમી વીડિયો ટિકટોક પર અપલોડ કરનાર તમામ યુવકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર