કોરોનામાં રાજકોટના ડૉક્ટરને આવ્યો નવતર વિચાર, ઓડિયો-વીડિયો કોલિંગથી કરો કન્સલ્ટિંગ, ઘરે બેઠા આવી જશે દવા

કોરોનામાં રાજકોટના ડૉક્ટરને આવ્યો નવતર વિચાર, ઓડિયો-વીડિયો કોલિંગથી કરો કન્સલ્ટિંગ, ઘરે બેઠા આવી જશે દવા
ડો.પ્રતીક ખંધેડિયા

મોબાઇલ નંબર રજીસ્ટ્રેશન માટે આપતાની સાથે જ એપ ઓટીપી આપના મોબાઇલમાં જનરેટ થઇ જશે અને તે ઓટીપી નાખતા જ એપ્લીકેશન ચાલુ થઇ જશે.

  • Share this:
લોકડાઉન અને વૈશ્વિક મહામારી કોરોનાના કાળમાં (Corona pandemic) ગુજરાતમાં (Gujarat) સૌપ્રથમ ઓનલાઇન હોમિયોપેથિક ક્લિનીકનો (online clinic) રાજકોટમાં (Rajkot) પ્રારંભ થયો છે. રાજકોટના પેડક રોડ પર રાજદિપ કોમ્પલેક્ષ ખાતે આવેલા ડો.પ્રતીક ખંધેડિયાના અકસીર હોમિયોપેથિક કિલનીક ખાતેથી દર્દીઓની સેવા કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિમાં અનેક એવા દર્દીઓ હોય છે કે જે દવાખાના સુધી જઇ શકતા નથી અથવા તો જવા ઇચ્છતા નથી. આવા સંજોગોમાં દર્દીઓ માટે ઓનલાઇન ક્લિનીક શરૂ કરવાનો અભિનવ પ્રયોગ રાજકોટમાં થયો છે.

એપથી કરો કન્સલ્ટિંગશહેરના ઉપલા કાંઠા વિસ્તારમાં પેડક રોડ પર પાણીના ઘોડા પાસે આવેલા રાજદિપ કોમ્પલેક્ષના પહેલા માળે અકસીર હોમિયોપેથિક કિલનીક ચલાવતા ડો.પ્રતીક ખંધેડિયા છેલ્લા બે દાયકાથી પ્રતિષ્ઠિત અને નિષ્ણાત કન્સલ્ટીંગ હોમિયોપેથ તરીકે કાર્યરત છે. કોરીનાકાળમાં તેમણે લોકડાઉનના સમયનો ઉપયોગ કરીને ઓનલાઇન હોમિયોપેથિક ક્લિનીકની સેવાનો પ્રારંભ કર્યો છે. હોમિયોપેથિક કિલનીકમાંથી ઓનલાઇન દવા મેળવવા માટે સૌપ્રથમ ગુગલ પ્લેસ્ટોરમાં જઇ ડો.પ્રતીક હોમિયોપેથ સર્ચ કરવાથી એપ જોવા મળશે ત્યાર બાદ ઇન્સ્ટોલેશનનું બટન દબાવતા એપ ડાઉનલોડ થશે. ડાઉનલોડ થયેલી એપ મોબાઇલમાં દેખાય ત્યારબાદ એપનું બટન દબાવતા એપ ચાલુ થઇ તમારો મોબાઇલ નંબર રજીસ્ટ્રેશન માટે માગશે. મોબાઇલ નંબર રજીસ્ટ્રેશન માટે આપતાની સાથે જ એપ ઓટીપી આપના મોબાઇલમાં જનરેટ થઇ જશે અને તે ઓટીપી નાખતા જ એપ્લીકેશન ચાલુ થઇ જશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું, ગુજરાતમાં આજે અમિત શાહ, મનિષ સિસોદીયા અને ઓવૈસી

વિવિધ રોગોની દવા આપે છે

અકસીર હોમિયોપેથિક ક્લિનીક ખાતે નિષ્ણાત હોમિયોપેથિક તબીબ ડો.પ્રતીક ખંધેડિયા દ્વારા પેટને લગતી તકલીફો જેવી કે અપચો, એસીડીટી, પીત-વાયુ, હરસ-મસા, ભગંદર, કૃમિ, અસરેટીવ કોલાઇટીસ, અન્ય પ્રકારના એલર્જીક રોગો જેવા કે, વારંવાર શરદી થવી, કાકડામાં સોજો આવવો, વારંવાર આંખો આવવી, ચામડીની એલર્જી, શીળસ, સોરાઇસીસ, તેમજ સાંધા અને હાડકાની તકલીફો જેવી કે, ગોઠણની ગાદીના ઘસારા, સાંધાઓ જકડાવા, નસનું દબાણ, ગાંઠીયો વા, મણકાની તકલીફો, કમરની ગાદી ખસી જવી તઉપરાંત માનસિક તકલીફો જેમાં ઓસીડી, ડીપ્રેશન, સ્વભાવમાં પરિવર્તન, જયારે સ્ત્રીઓને લગતી તકલીફો જેવી કે, માસિકની અનિયમિતતા, માસિક સમયે દુઃખાવો, સફેદ પાણીનો સ્ત્રાવ, અંડાશય અને ગર્ભાશયમાં થતી ગાંઠો, વ્યંધત્વ, પ્રિ અને પોસ્ટ મેનોપોઝ સિન્ડ્રોમ સહિતના દર્દો, બાળકોના રોગોમાં ઓછી રોગ પ્રતિકારક શક્તિ, બાળકોનો અલ્પ, વિકાસ, દવા પર નિર્ભર રહેતા રોગો તેમજ હોર્મોનના ફેરફારથી થતાં અન્ય રોગો વિગેરેની સારવાર અકસીર હોમિયોપેથિક ક્લિનીક ખાતે કરવામાં આવે છે.

CCTV Video: અમદાવાદમાં ચોરોની હિંમત તો જુઓ, સવારે 6 વાગે મેડિકલ સ્ટોરના તાળા તોડી 96 હજારની કરી ચોરી

ઘરે બેઠા દવા મેળવી શકો છો

ડો.પ્રતીક હોમિયોપેથ એપમાં, વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ, બુક રીશેડયુલ, ઓનલાઇન પેમેન્ટ, ઘર કે ઓફિસના સુરક્ષિત વાતાવરણમાં બેસી હોમિયોપેથિક દવા માટે જે વસ્તુ સૌથી મહત્વની છે તે તમારી કેસ હિસ્ટ્રી વીડિયો કોલિંગ કે ઓડિયો કોલિંગથી આપી શકો છો તેમજ કુરીયરથી ઘરે બેઠા દવા મેળવી શકો છો.
Published by:Kaushal Pancholi
First published:February 07, 2021, 09:10 am

ટૉપ ન્યૂઝ