Home /News /gujarat /રાજકોટ : ગોંડલ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું દે ધનાધન, કોલીથડ અને વાસાવડ થયું પાણી પાણી
રાજકોટ : ગોંડલ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું દે ધનાધન, કોલીથડ અને વાસાવડ થયું પાણી પાણી
ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
Gujarat Rain News : ગોંડલ (Gondal Rain) ના ગામડાઓમાં ધોધમાર વરાસદ, કોલીથડ ગામમાં ધોધમાર વરસાદ વરસતા મોતીસર નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ભારેપુરના કારણે નદી કિનારા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા પણ સૂચના આપવામાં આવી હતી
હાર્દિક જોશી, રાજકોટ : જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલ પંથકમાં લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ (Gondal Rain) વરસ્યો હતો. ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં એક કલાકમાં જ બે ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાવણા, પાટખિલોરી,ધરાળા,દેરડી (કુંભાજી) સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. તો તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં કોલીથડ ગામોમાં પણ બે ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો ને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાટીયાળી હડમતાળા ગરનાળા ઉમવાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
કોલીથડ ગામમાં ધોધમાર વરસાદ વરસતા મોતીસર નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ભારેપુરના કારણે નદી કિનારા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા પણ સૂચના આપવામાં આવી હતી આ ઉપરાંત વાસાવડ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસતા વાસાવડી નદી બે કાંઠે થઈ હતી. અહીં પણ વાસાવડ ગામના સરપંચ સહિતના આગેવાનોએ ગામના અન્ય લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપી હતી.
ગોંડલ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. ખાસ કરીને છેલ્લા થોડા દિવસથી વરસાદે વિરામ લીધો હતો ત્યારે હવે જ્યારે ખેત પાકો ને પાણીની જરૂર હતી એવા સમયે જ મુશળધાર વરસાદ વરસતા ખેત પાકોને પણ નવજીવન મળ્યું હતું. ગોંડલ પંથકમાં કપાસ મગફળી મરચી અને ઘઉં સહિતના ખેત પાકોને વધુ વાવેતર થાય છે.. મેઘરાજાની આ નવી આ ખેત પાકોને ખૂબ સારો ફાયદો થશે.
ગ્રામ્ય વિસ્તારમાં પડેલા સારા વરસાદના કારણે અન્ય નદી નાળાઓ અને ચેક ડેમો પણ ભરાયા હતા. તેમજ સિમ વિસ્તારમાં રહેલા પાણીના બોર અને કુવાના જળસ્તર ઉચા આવ્યા હતા. જેથી વરસાદના આગમનના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ થયા હતા. ખેડૂતો પણ આશા રાખી રહ્યા છે કે આગામી સમયમાં પણ ખૂબ સારો વરસાદ વરસે જેથી કરીને તેઓ પોતાના ખેતરમાંથી ખૂબ સારી એવી ઉપજ મેળવી શકે.
Published by:Kiran Mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર