રાજકોટમાં ડેન્ગ્યૂનો હાહાકાર : આટકોટના આરોગ્ય અધિકારીની પુત્રીનું મોત

News18 Gujarati
Updated: November 8, 2019, 10:10 AM IST
રાજકોટમાં ડેન્ગ્યૂનો હાહાકાર : આટકોટના આરોગ્ય અધિકારીની પુત્રીનું મોત
સમીક્ષાને અગાઉ પણ એક વાર ડેન્ગ્યૂ થયો હતો પરંતુ બીજી વાર કાળનો કોળિયો બની

આટકોટમાં ફરજ બજાવતાં આરોગ્ય અધિકારી ડૉ.સુનિલ ચૌધરીની 19 વર્ષીય પુત્રીને બે વાર ડેન્ગ્યૂ થયો હતો. બીજી વાર જીવન ગુમાવ્યું

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : રાજકોટ (Rakkot) શહેરમાં ડેન્ગ્યૂ (Dnegue)એ હાહાકાર મચાવ્યો છે. ડેન્ગ્યૂના કારણે જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં ફરજ બજાવતા આરોગ્ય અધિકારી ( Health Officer Atkot)ની દીકરીનું (Daughter) ડેન્ગ્યૂથી મોત થયું છે. આટકોટમાં આરોગ્ય અધિકારી ડૉ.સુનિલ ચૌધરીની 19 વર્ષીય પુત્રી સમીક્ષા રાજકોટના બજરંગ વાડીમાં રહેતી હતી અને તેને બે વાર ડેન્ગ્યૂ થયો હતો.

112 ઘરોમાં સર્વે અને 45 ઘરોમાં ફોગિંગ કરાયું

આ બનાવની વિગત એવી છે કે ડૉ.સુનિલ ચૌધરી શહેરના બજરંગ વાડી વિસ્તારમાં રહે છે અને આટકોટમાં ફરજ બજાવે છે. તેમની દીકરીને અગાઉ પણ ડેન્ગ્યૂ થયો હતો.દરમિયાન સમીક્ષા ચૌધરીને બીજી વાર ડેન્ગ્યૂ થતાં તેની સારવાર ચાલી રહી હતી ત્યારે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે રાજકોટ આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું હતું. ઘટના બાદ આરોગ્ય તંત્ર દ્વારા ડૉ.ચૌધરીના ઘર પાસે આવેલા 112 ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો અને 45 ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. સમીક્ષાનું મોત બે દિવસ પહેલાં થયું હતુ ત્યારબાદ આરોગ્ય તંત્રએ કવાયત હાધ ધરી હતી.

આ પણ વાંચો : ઉત્તર રેલવેનો 90 દિવસનો મેગા ટ્રાફિક બ્લોક, ગુજરાતની આ ટ્રેનો રદ રહેશે

ખાનગી હૉસ્પિટલમાં સારવાર શરૂ હતી
સમીક્ષાની સારવાર ખાનગી હૉસ્પિટલમાં ચાલી રહી હતી. તેને બે દિવસથી તાવની અસર હતી. આથી તાત્કાલિક સારવાર માટે જીનેસીસ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનો ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને સારવાર ચાલુ કરાઈ હતી. પરંતુ સમીક્ષાનું માત્ર બે દિવસની સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા સમયથી ડેન્ગ્યુ દેખા દીધા છે. પરંતુ મોટાભાગના કેસો પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા હોય છે. સરકારીમાં ચોક્કસ આંકડો બહાર આવતો નથી, સરકાર તરફથી પ્રાણીજન્ય રોગો માટે અને મચ્છરોનો રોગો માટે અને મચ્છરોનો ઉપદ્રવી અને અંકુશ રાખવા માટે લાગતા વળગતા તંત્રને સુચના આપી દીધી છે.

First published: November 8, 2019, 9:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading