રાજકોટ : પ્રજાસત્તાક દિન નિમિત્તે કાગળના 42,0000 ટુકડાઓથી બનશે રાષ્ટ્રધ્વજ


Updated: January 3, 2020, 3:34 PM IST
રાજકોટ : પ્રજાસત્તાક દિન નિમિત્તે કાગળના 42,0000 ટુકડાઓથી બનશે રાષ્ટ્રધ્વજ
કલેક્ટર કચેરીમાં બની રહેલા આ રાષ્ટ્રધ્વજમાં દરેક રાજકોટવાસી યોગદાન આપી શકે છે.

રાજકોટમાં ઓરીગામી પદ્ધતિથી 10.6 ફુટ નો રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવી રહ્યો છે જેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં થશે.

  • Share this:
રાજકોટ : આ વર્ષે ભારત વાસીઓ 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છે. ત્યારે અત્યારથી જ દેશના એક નાગરિક માં દેશ પ્રત્યેનો પ્રેમ સન્માન તેના હૃદયમાં, તેના કાર્યોમાં જોવા મળી રહ્યું છે. આ વર્ષે ગુજરાત રાજ્યમાં રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થવા જઈ રહી છે. ત્યારે રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની કંઈક અનોખી રીતે જ ઉજવણી કરવામાં આવશે. ત્યારે હાલ રાજકોટમાં ઓરીગામી પદ્ધતિથી 10.6 ફુટ નો રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવી રહ્યો છે જેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં થશે.

આ વર્ષે ગુજરાત રાજ્યમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થવા જઈ રહી છે. જેના કારણે અત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા તે બાબતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હાલ રાજકોટમાં ઓરીગામી પદ્ધતિ દ્વારા રાષ્ટ્રધ્વજ ને તૈયાર કરવામાં આવી રહ્યો છે. 42000 કાગળના ટુકડા ના ઉપયોગથી 10.6 ફૂટના રાષ્ટ્ર ધ્વજનુ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે રાષ્ટ્ર ધ્વજના નિર્માણમાં શાળાઓના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ તેમજ જેલના કેદીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. 22 દિવસની મહેનત બાદ રાષ્ટ્રધ્વજ તૈયાર થશે. ત્યારે વિરાજબા જાડેજા દ્વારા અગાઉ UAEમાં આ જ પ્રકારની ઓરીગામી પદ્ધતિ દ્વારા 9.5 ફૂટનો રાષ્ટ્રધ્વજ બનાવાયો હતો.

આ પણ વાંચો : રાજકોટ : પોલીસે Google Mapની મદદથી લાઇવ લોકેશન મેળવી જુગારધામ પર દરોડા પાડ્યા!

શું છે ઓરીગામી પદ્ધતિ

ઓરીગામી પદ્ધતિ લઈને લોકોની અંદર મતમતાંતર જોવા મળે છે. કોઈ ઓરીગામી પદ્ધતિને ચાઈનીઝ પદ્ધતિ ગણાવી છે તો કેટલાક જાપાનીસ પદ્ધતિ ગણાવે છે. પરંતુ મોટા ભાગના લોકો માને છે કે ઓરીગામી પદ્ધતિ એ જાપાનીસ પદ્ધતિ છે. જે પદ્ધતિ ની અંદર કોઈપણ વસ્તુનું નિર્માણ કાર્ય માટે વપરાતા પેપરમાં કોઈપણ જાતની કાતર કે પછી કટરનો ઉપયોગ કરવામાં નથી આવતો. તો સાથે જ એક પેપર ને બીજા સાથે જોડવામાં કોઈપણ જાતની પીન કે ગમ નો ઉપયોગ નથી કરવામાં આવતો.આ પણ વાંચો :  વડોદરા : 'કાંટાવાળા ઉંદરની તાંત્રિક વિધિ કરો તો રૂપિયા ડબલ થાય,' વન વિભાગે ધૂતારાઓની ગેંગ ઝડપી

તમે પણ યોગદાન આપી શકો છો

હાલ આ રાષ્ટ્ર ધ્વજનુ નિર્માણ કાર્ય કલેકટર ઓફિસમાં કરવામાં આવી રહ્યું છે. જે નિર્માણ કાર્યમાં કોઇ પણ વ્યક્તિ પોતાનો સહયોગ આપી શકે છે. જેના માટે ૧લી જાન્યુઆરીથી લઈ 22 જાન્યુઆરી સુધી રાજકોટવાસીઓ નિર્માણ કાર્યમાં પોતાનો સહયોગ આપી શકશે. ત્યારે હાલ લોકો નિર્માણ કાર્યમાં પોતાનું યથાયોગ્ય સહયોગ પણ આપી રહ્યાં છે.આગામી ૨૨ જાન્યુઆરી સુધીમાં આ અનોખા પ્રકારના રાષ્ટ્રધ્વજનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે. જે બાદ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ નોંધાશે.
First published: January 3, 2020, 3:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading