દેશમાં કોંગ્રેસ તરફી માહોલ, ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો જીતીશું: સાતવ

News18 Gujarati
Updated: March 16, 2019, 6:19 PM IST
દેશમાં કોંગ્રેસ તરફી માહોલ, ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો જીતીશું: સાતવ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની ફાઇલ તસવીર

કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવે ન્યૂઝ 18 સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં જણાવ્યું કે અમે સૌને સાથે લઈને ચાલીશું.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભાજપ કોંગ્રેસ બંને પક્ષો દ્વારા આગામી ચૂંટણીમાં સારુ પરિણામ મેળવવા માટે એડી ચોટીનુ જોર લગાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે દેશમાં કોંગ્રેસ તરફી માહોલ છે અને કોંગ્રેસ ગુજરાતની તમામ 26 બેઠકો પર વિજય મેળવશે. તેમણે ન્યૂઝ 18 સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે અમે સૌને સાથે લઈને ચાલીશું

રાજીવ સાતવે કહ્યું, “ અમે પાછલા 6 મહિનાથી અમે બૂથ સંગઠન પર કામ કરી રહ્યાં હતા. જિલ્લા અને બ્લોક સ્તરની કામગીરી કરી છે. અમે જિલ્લા બ્લોક સ્તરના નેતાઓ સાથે વાતચીત કરી હતી. અમે કાર્યકર્તાઓ પાસેથી રિપોર્ટ લીધો હતો. કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગ યોજાઈ ત્યારબાદ રાહુલજી અને પ્રિયંકાજીની સભા થઈ અને માહોલ કોંગ્રેસ તરફી થઈ ગયો છે. અમે તો4 ઉમેદવારો જાહેર કર્યા છે, ભાજપ પાસે તો ઉમેદવારોની યાદી નથી. જે સહયોગીથી જીતી શકે તેમ છે, તેમને યુવાનો અને સીનિયર લીડરને ચાન્સ મળશે. 2017નું પરિણામ 1985થી વધુ સારુ રહ્યું છે.”

આ પણ વાંચો:  પૂર્વ UPમાં હાર્દિક, પશ્ચિમમાં ચંદ્રશેખર સાબિત થઈ શકે છે કોંગ્રેસના ટ્રમ્પ કાર્ડ

રાજીવ સાતવે વધુમાં જણાવ્યું, “ અમારી ટીમે શહેરી વિસ્તારમાં જે ઉણપ હતી તેનું વિશ્લેષણ કરી અને અમે એક વર્ષ અગાઉથી જ કામ કર્યું છે. અલ્પેશ હોય કે હાર્દિક પટેલ હોય જે કોઈ કોંગ્રેસમાં જોડાય તે કોંગ્રેસ પરિવારનો જ હિસ્સો છે, સૌને ન્યાય મળશે સૌની લાગણીનું ધ્યાન રાખવામાં આવશે. અમે સૌને સાથે લઈને ચાલવામાં માનીએ છીએ. ”

આ પણ વાંચો: રાજનાથ સિંહે જણાવ્યું: હું લખનઉ અને પીએમ મોદી વારાણસીથી લડશે ચૂંટણી
First published: March 16, 2019, 4:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading