Home /News /gujarat /"સંપૂર્ણપણે અસ્વીકાર્ય": રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાના SCના આદેશ પર કોંગ્રેસ

"સંપૂર્ણપણે અસ્વીકાર્ય": રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાના SCના આદેશ પર કોંગ્રેસ

કોર્ટનો નિર્ણય સંપૂર્ણપણે અસ્વીકાર્ય

Rajiv Gandhi Murder Case: કોંગ્રેસ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે, આ નિર્ણય સંપૂર્ણપણે ખોટો છે."

  નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના (Rajiv Gandhi) હત્યારાઓને મુક્ત કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ પર કોંગ્રેસે કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કોંગ્રેસ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે, આ નિર્ણય સંપૂર્ણપણે ખોટો છે."

  કોંગ્રેસ (Congress) મહાસચિવ જયરામ રમેશે પાર્ટી વતી એક નિવેદન જારી કર્યું અને કહ્યું કે, "તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, સુપ્રીમ કોર્ટે દેશની ભાવના અનુસાર કામ કર્યું નથી. કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટપણે તેની ટીકા કરે છે અને તેને સંપૂર્ણપણે અક્ષમ્ય માને છે."

  રાજીવ ગાંધીની 21 મે, 1991ના રોજ શ્રીલંકાના લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE) જૂથની મહિલા આત્મઘાતી બોમ્બર દ્વારા શ્રીપેરુમ્બુદુર, તમિલનાડુમાં હત્યા કરવામાં આવી હતી. હત્યામાં મહત્વની ભૂમિકા બદલ સાત દોષિતોને કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી હતી.  2000 માં રાજીવ ગાંધીના પત્ની અને ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના હસ્તક્ષેપ પછી નલિની શ્રીહરનની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. 2008માં રાજીવ ગાંધીની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમને વેલ્લોર જેલમાં મળી હતી. જણાવી દઈએ કે, વર્ષ 2014માં અન્ય છ દોષિતોની સજા પણ ઓછી કરવામાં આવી હતી. તે વર્ષમાં તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી જે. જયલલિતાએ તેમને મુક્ત કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Murder case, Rajiv gandhi

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन