Home /News /gujarat /ખેતરમાં આવેલા મકાનમાં હતું દંપતી ને નદીના પાણી ફરી વળ્યા, દિલધડક રેસ્ક્યૂ

ખેતરમાં આવેલા મકાનમાં હતું દંપતી ને નદીના પાણી ફરી વળ્યા, દિલધડક રેસ્ક્યૂ

ભારે મહેનત બાદ આ દંપતીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું

Rajeshtan heavy rain: ગત રાતે બૂંદી જિલ્લામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના લીધે અહીંની ભજનેરી નદી ઉફાન પર છે, ત્યારે અહીં ખેતરામાં રહેતા કપલના જીવન તાળવે ચોંટ્યાં

    rescuરાજસ્થાનમાં વરસાદે આક્રમકતા બતાવી છે. અહીં રોજ વરસાદના નવા રેકોર્ડ બની રહ્યા છે. મંગળવારે સવારે સાડા આઠ વાગ્યા સુધી 24 કલાકમાં રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ મધ્યપ્રદેશની સીમા સાથે જોડાયેલા ઝાલાવાડ જિલ્લાના ડગમાં નોંધાયો હતો. અહીં 24 કલાકમાં રેકોર્ડ 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ અનુસાર, હજુ વરસાદ ચાલી રહેવાની સંભાવના છે. ભારે વરસાદવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.

    ખેતરના મકાનમાં હતું દંપતી અને નદીના પાણી ફરી વળ્યા

    રાજસ્થાનમાં અનરાધાર વરસાદ વચ્ચે લોકો માટે મુશ્કેલી વધી રહી છે. અહીં નદીઓ પણ તોફાની બની છે. ગત રાતે બૂંદી જિલ્લામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના લીધે અહીંની ભજનેરી નદી ઉફાન પર છે. જે બાદ નદીના પાણી આપપાસના ખેતરોમાં ફરી વળ્યા હતા. અહીં એક ખેતરમાં આવેલા મકાનમાં દંપતી ફસાયા હતા. ગ્રામજનોએ આની જાણ તંત્રને કરતાં SDRFની ટીમ બોટ લઇને રેસ્ક્યૂ માટે પહોંચી હતી અને ભારે મહેનત બાદ આ દંપતીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.


    આ પણ વાંચો:  ટ્રેક્ટર ચલાવવાનું શીખી રહી છે કેરળની મહિલાઓ

    66 વર્ષનો રેકોર્ડ તોડી ચૂક્યો છે વરસાદ

    નોંધનીય છે કે, આ વખતે રાજસ્થાનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અહીં જુલાઇથી જ સતત વરસાદ જોવા મળી રહ્યો છે. જુલાઇ મહિનામાં અહીં વરસાદે 66 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. જ્યારે ઓગસ્ટમાં નવા રેકોર્ડ બની રહ્યા છે. હાલ ડિપ્રેશન સિસ્ટમને લીધે રાજસ્થાનમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં ઝાલાવાડ, પ્રતાપગઠ, અજમેર, ભીલવાડા, બારા, ચિતોડગઢ, ટોંક, બાંસવાડા, અલવાર, બૂંદી, અજમેર, કોટા અને પીલમાં વરસાદ નોંધાયો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Heavy rain, National news, Rescue

    विज्ञापन
    विज्ञापन