Home /News /gujarat /

બારડોલીમાંથી થયેલા અપહરણ બાદ રહસ્યમયી સંજોગોમાં યુવકનો રાજસ્થાનથી છુટકારો: યુવતિ હજી લાપતા

બારડોલીમાંથી થયેલા અપહરણ બાદ રહસ્યમયી સંજોગોમાં યુવકનો રાજસ્થાનથી છુટકારો: યુવતિ હજી લાપતા

સુરત જિલ્લાના બારડોલી પંથકના ભરચક વિસ્તારમાંથી બહુચર્ચિત થયેલ દંપતિના અપહરણ મુદ્દે રાજસ્થાનથી રહસ્યમયી સંજોગોમાં પતિનો છુટકારો થયો હતો. બારડોલીમાંથી બુધવારની મોડીરાત્રે નગરના બાવીસગાળા વિસ્તારમાં રહેતા પાર્થ કિશોરભાઈ પટેલ નામના યુવાનએ રાજસ્થાની પરિવારની એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
સુરત : સુરત જિલ્લાના બારડોલી પંથકના ભરચક વિસ્તારમાંથી બહુચર્ચિત થયેલ દંપતિના અપહરણ મુદ્દે રાજસ્થાનથી રહસ્યમયી સંજોગોમાં પતિનો છુટકારો થયો હતો. બારડોલીમાંથી બુધવારની મોડીરાત્રે નગરના બાવીસગાળા વિસ્તારમાં રહેતા પાર્થ કિશોરભાઈ પટેલ નામના યુવાનએ રાજસ્થાની પરિવારની એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

આ દંપતી રાબેતા મુજબ મોડી સાંજે જલારામ મંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે છોકરીનો પિત્રાઈ ભાઈ અને અન્ય ત્રણ સાગરીતો સાથે મળી બંને યુવક-યુવતીને બળજબરી અપહરણ કરી ભાગી છૂટ્યા હતા. આ અપહરણ કર્તાની તપાસમાં જોડાયેલી બારડોલી પોલીસ તેમની શોધમાં અલગ-અલગ ટીમ બનાવી રાજસ્થાન જવા રવાના થઇ હતી.

જયારે અચાનક અપહરણનો ભોગ બનેલા પાર્થ કિશોરભાઈ પટેલ મોડીરાત્રે રાજસ્થાનીથી બારડોલી રહસ્યમયી સંજોગમાં હેમખેમ પરત ફર્યા હતા. પરંતુ તેમની પત્ની ખુશ્બુ હજી પણ ગુમ છે. જો કે, પરત આવેલ પાર્થે જણાવ્યું કે તેઓના લગ્નના ડિવોર્સ પેપર પર સહી કરાવી રૂપિયા ૫૦૦ આપી રાજસ્થાનના બલોતારા બસ સ્ટેન્ડ પર તેને છોડી દેવામાં આવ્યો હતો.
First published:

Tags: અપહરણ, ગુજરાત

આગામી સમાચાર