જન્મદિવસે જ શહીદ થયો આર્મી જવાન, નવોઢાએ ચિતા પર આપી અંતિમ વિદાય

લગ્ન કર્યાના 16 દિવસની અંદર જ સૌરભ કટારા શહીદ થતાં નવોઢા પર આભ ફાટ્યું, સ્મશાનમાં ઢળી પડી

લગ્ન કર્યાના 16 દિવસની અંદર જ સૌરભ કટારા શહીદ થતાં નવોઢા પર આભ ફાટ્યું, સ્મશાનમાં ઢળી પડી

 • Share this:
  જયપુર : રાજસ્થાન (Rajasthan)ના ભરતપુર (Bharatpur)માં રહેતા 22 વર્ષીય સૌરભ કટારા (Saurabh Katara) આર્મી (Indian Army)ની 28મી રાષ્ટ્રીય રાઇફલમાં તૈનાત હતા અને તેમની ડ્યૂટી જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના કુપવાડા (Kupwara)માં હતી જ્યાં મંગળવારની રાત્રે બોમ્બ બ્લાસ્ટમાં તેઓ શહીદ (Martyr) થયા હતા. શહીદ સૌરભ કટારાના લગ્ન આ વર્ષે જ 8 ડિસેમ્બરે થયા હતા. લગ્ન બાદ તેઓ 16 ડિસેમ્બરે પરત પોતાની ડ્યૂટી માટે કુપવાડા ચાલ્યા ગયા હતા. બર્થડે પર નવોઢા પોતાના પતિને શુભેચ્છા આપવા માંગતી હતી, તે જ દિવસે શહીદ થવાના સમાચાર આવ્યા.


  શહીદની પત્ની પૂનમ દેવીની આ ઘટના બાદ રડી-રડીને ખરાબ હાલ હતો. તે પણ પોતાના શહીદ પતિને અંતિમ વિદાય આપવા માટે સ્મશાન સુધી પહોંચી. પૂનમ દેવીએ શોકાતૂર થઈને પોતાના શહીદ પતિની ચિતા પર અંતિમ વિદાય આપતાં સમગ્ર પંથકમાં ઘેરા શોકનું વાતાવરણ સર્જાર્યું હતું.


  શહીદ સૌરભ કટારાનો બુધવારે જન્મદિવસ પણ હતો. શહીદના પરિજન અને નવોઢા જન્મદિવસ ઉજવવાની તૈયારી કરી રહ્યા હતા કે તેટલામાં તેમને સમાચાર મળ્યા કે સૌરભ બોમ્બ બ્લાસ્ટમાં શહીદ થઈ ગયો છે ત્યારબાદ પરિવાર પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો હતો. (ફાઇલ તસવીર)


  શહીદ સૌરભ કટારાને અંતિમ વિદાય આપવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને હજારો લોકોએ ભીની આંખે શહીદને અંતિમ વિદાય આપી. આ ઉપરાંત શહીદના પિતા નરેશ કટારા તથા બે ભાઈ અને માતા સહિત દાદા-દાદી પર દુ:ખનો પહાડ તૂટી પડતાં શોકાતૂર થયા હતા.


  શહીદની પત્ની પૂનમ દેવીને કંઈ પણ સમજ નહોતી પડતી કે થોડા દિવસ પહેલા જ તેનો પતિ તેને જલ્દી આવવાની વાત કહી રહ્યો હતો, પરંતુ આવ્યું તિરંગામાં લપેટાયેલું પાર્થિવશરીર. પૂનમ દેવી ચોધાર આંસુ રડતી હોવાના કારણે તે ઘણીવાર બેભાન થઈ ગઈ પરંતુ હિંમત રાખીને તે સ્મશાન સુધી પોતાના પતિની અર્થીની સાથે પહોંચી અને તેમને અંતિમ વિદાય આપી.


  સૌરભ આર્મીથી રજા લઈને 20 નવેમ્બરે પોતાની બહેન દિવ્યાના લગ્નમાં સામેલ થવા આવ્યા હતા અને બાદમાં 8 ડિસેમ્બરે તેમના પણ લગ્ન થયા હતા. તેથી તેઓ બહેન અને પોતાના લગ્ન બાદ 16 ડિસેમ્બરે રજા પૂરા થતાં ડ્યૂટી પર પાછા ફર્યા હતા. સૌરભની પત્ની પૂનમ દેવીના હાથમાંથી હજુ મહેંદીના રંગ પણ નથી ઉતર્યો અને પતિ શહીદ થવાના સમાચાર આવ્યા.


  શહીદ સૌરભ કટારાના પિતા નરેશ કટારા પોતે પણ આર્મીમાં હતા જેઓ 2002માં સેવાનિવૃત્ત થયા હતા. તેઓએ 1999માં કારગિલ યુદ્ધમાં ભાગ લીધો હતો. સાથોસાથ સૌરભના મોટાભાઈ ગૌરવ કટારા ખેતી કરે છે એ નાનો ભાઈ અનૂપ કટારા એમબીબીએસ કરી રહ્યા છે.


  સૌરભ આર્મીથી રજા લઈને 20 નવેમ્બરે પોતાની બહેન દિવ્યાના લગ્નમાં સામેલ થવા આવ્યા હતા અને બાદમાં 8 ડિસેમ્બરે તેમના પણ લગ્ન થયા હતા. તેથી તેઓ બહેન અને પોતાના લગ્ન બાદ 16 ડિસેમ્બરે રજા પૂરા થતાં ડ્યૂટી પર પાછા ફર્યા હતા. સૌરભની પત્ની પૂનમ દેવીના હાથમાંથી હજુ મહેંદીના રંગ પણ નથી ઉતર્યો અને પતિ શહીદ થવાના સમાચાર આવ્યા.


  લગ્ન બાદ રજાઓ પૂરી થયા બાદ ગત સપ્તાહે જ શહીદ સૌરભ કટારા પોતાની ડ્યૂટી પર પરત ફર્યા હતા. મંગળવાર રાત્રે સૌરભના શહીદ થવાના સમાચાર મળ્યા બાદથી સમગ્ર ગામમાં સન્નાટો ફેલાઈ ગયો છે અને સૌરભની પત્ની અને પરિજનોનું રડી-રડીને ખરાબ હાલ છે. (ફાઇલ તસવીર)


  શહીદ સૌરભનો બુધવારે જન્મદિવસ હતો. પરંતુ એક દિવસ પહેલાં જ તેઓ શહીદ થયા. સૌરભના સાથે તેમના મોટા ભાઈની 8 ડિસેમ્બરે જ બે સગી બહેનો સાથે લગ્ન થયા હતા. (ફાઇલ તસવીર)


  સૌરભ 16 નવેમ્બરે રજા પર આવ્યા હતા અને પછી તેમની બહેનના લગ્નની તૈયારીઓ કરી. 23 નવેમ્બરે બહેનના લગ્ન થયા હતા. (ફાઇલ તસવીર)


  બહેનના લગ્ન બાદ 8 ડિસેમ્બરે સૌરભ અને પૂનમ દેવીના લગ્ન થયા હતા. નરેશ કટારાના બીજા નંબરના દીકરા સૌરભ 3 વર્ષ પહેલા જ આર્મીમાં ડ્રાઇવરના પદે ભરતી થયા હતા. શહીદના પિતા નરેશ કટારાએ જણાવ્યું કે હું આર્મીમાં રહીને કારગિલ યુદ્ધ લડ્યો છું. મને ગર્વ છે કે મારો પુત્ર દેશ માટે શહીદ થયો છે. સાથોસાથ હવે પોતાના નાના પુત્ર અનૂપ કટારાને પણ દેશ સેવા માટે આર્મીમાં જ મોકલીશ. (ફાઇલ તસવીર)
  Published by:user_1
  First published: