Home /News /gujarat /Rajastahn Crisis: કોંગ્રેસ પછી હવે BJPએ શરૂ કરી વાડાબંધી, 23 ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા

Rajastahn Crisis: કોંગ્રેસ પછી હવે BJPએ શરૂ કરી વાડાબંધી, 23 ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા

કોંગ્રેસ પછી હવે BJPએ શરૂ કરી વાડાબંધી, 23 ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા

આ રાજનીતિક સંકટ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપા નેતા વસુંધરા રાજેએ શનિવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી

અમદાવાદ/જયપુર : રાજસ્થાનમાં (Rajasthan) કોંગ્રેસ (Congress)ધારાસભ્યોની ઘેરાબંધી પછી હવે બીજેપીએ (BJP) પણ પોતાના ધારાસભ્યોની ઘેરાબંધી શરૂ કરી દીધી છે. શનિવારે બીજેપીના 6 ધારાસભ્યો જયપુરથી પોરબંદર પહોંચ્યા છે. રાજસ્થાનના જે 6 ધારાસભ્યો આવ્યા છે તેમાં નિર્મલ કુમાવત, ગોપીચંદ મીણા, જબ્બર સિંહ સિરીઝ, ગુરદીપ શાહપિની, ગોપાલ શર્મા અને ધર્મેન્દ્ર કુમાર મોચી સામેલ છે. આ ધારાસભ્યો એરપોર્ટથી સોમનાથ પહોંચ્યા છે. સોમનાથમાં ભોળેનાથના દર્શન કર્યા હતા.

બીજેપાના ધારાસભ્ય નિર્મલ કુમાવતે પોરબંદર એરપોર્ટ પર કહ્યું હતું કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર અમને તેમના પક્ષમાં મતદાન કરવા માટે દબાણ કરી રહ્યા છે. બીજેપીએ અત્યાર સુધી 23 ધારાસભ્યોને રાજસ્થાનથી ગુજરાત મોકલ્યા છે. સૂત્રોના મતે ભારતીય જનતા પાર્ટીના 9 ધારાસભ્યો સોમનાથ સાગર દર્શનમાં રોકાણ કરશે. આ માટે 6 રૂમ પણ બુક કર્યા છે.

આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના નવા 1101 કેસ નોંધાયા, 24 કલાકમાં 23 દર્દીઓના મોત

સૂત્રોના જણાવ્યા મુજબ ગહેલોત જૂથ કેટલાક ધારાસભ્યોને સંપર્ક કરતા જ ભાજપ હરકતમાં આવ્યું છે. ભાજપને ડર છે કે 11મી ઑગસ્ટે જો હાઇકોર્ટ બીએસપીના ધારાસભ્યોના કોંગ્રેસમાં વિલય પર પ્રતિબંધ મૂકે તો મુખ્યમંત્રી અશોક ગહેલોત સરકાર બચાવવા માટે ભાજપમાં તોડફોડ કરી શકે છે.
" isDesktop="true" id="1007919" >

બીજી તરફ આ રાજનીતિક સંકટ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપા નેતા વસુંધરા રાજે (Vasundhara Raje)એ શનિવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) સાથે મુલાકાત કરી હતી. આ પહેલા શુક્રવારે ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)અને પાર્ટી સંગઠનના મહાસચિવ બીએલ સંતોષ સાથે મુલાકાત કરી હતી. વસુંધરા રાજેની મુલાકાત એટલા માટે મહત્વપૂર્ણ બને છે કારણ કે આ રાજનીતિક સંકટ દરમિયાન તે જયપુરમાં થયેલી ભાજપની બેઠકથી અલગ રહ્યા હતા અને આખા ઘટનાક્રમ પર ચુપ રહ્યા હતા.
First published:

Tags: Porbandar, કોંગ્રેસ, ધારાસભ્ય, ભાજપ, રાજસ્થાન

विज्ञापन