Home /News /gujarat /

એક સાંધો ત્યાં તેર તૂટે : રાજન, અઢિયા, અરવિંદ, ઊર્જિત, બજાર, ચૂંટણી અને ભાજપ !

એક સાંધો ત્યાં તેર તૂટે : રાજન, અઢિયા, અરવિંદ, ઊર્જિત, બજાર, ચૂંટણી અને ભાજપ !

બજાર નિષ્ણાતો જણાવે છે કે, ઊર્જિતના રાજીનામાને પગલે કાલે બજારમાં મોટાપાયે ઉથલપાથલ સર્જાશે. આવતીકાલે એટલે કે મંગળવારે માર્કેટ જો 1000 થી વધુ પોઇન્ટ ગગડે તો નવાઈ નહિ

બજાર નિષ્ણાતો જણાવે છે કે, ઊર્જિતના રાજીનામાને પગલે કાલે બજારમાં મોટાપાયે ઉથલપાથલ સર્જાશે. આવતીકાલે એટલે કે મંગળવારે માર્કેટ જો 1000 થી વધુ પોઇન્ટ ગગડે તો નવાઈ નહિ

    ન્યૂઝ18 ગુજરાતી :

    આખરે જેનો અંદેશો હતો તે જ થયું. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર પદેથી ઊર્જિત પટેલે અંગત કારણોસર રાજીનામુ આપી જ દીધું.  હવે વાત કેટલી 'અંગત' હતી અને કેટલી 'જાહેર' તે સૌ કોઈ જાણે છે ! 'નોટબંધી' ના મામલે જે પરિણામો દેશ ભોગવી રહ્યો છે; તેની હુંસાતુંસી હવે છાની નથી રહી શકી. સરકાર, કેન્દ્રીય નાણાં વિભાગ કે કેન્દ્રીય નાણાંમંત્રી જેટલી સાથેના ઊર્જિત પટેલના આ મામલે બહાર આવેલા મતભેદો 'પબ્લિક ડોમેન'માં છે જ.

    હા ખેંચતાણ એટલી હદે વધી ગઈ કે આખરે ઊર્જિત પટેલે રાજીનામુ આપવું જ પડ્યું.

    "નોટબંધી" માં રહેલા લગભગ તમામ અધિકારીઓ રુખસદ લઇ રહ્યા છે. પહેલા સરકારે રઘુરામ રાજનને હટાવ્યા, હમણાં નાણાં સચિવ હસમુખ અઢિયા નિવૃત થયા, મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે રાજીનામુ આપ્યું અને હવે ઊર્જિત પટેલે રાજીનામુ ધરી દીધું છે. આ બાબત ઘણી સૂચક છે.

    હજુ થોડા સમય પૂર્વે કેન્દ્ર સરકાર રિઝર્વ બેન્ક પાસેથી લગભગ એક લાખ કરોડ રૂપિયા લેવા ઇચ્છુક હતી તે સમાચારો પણ લોકો સામે આવેલા.

    આ ઊર્જિત પટેલનું રાજીનામુ પણ ટાંકણે આવ્યું. આજે જ સેન્સેક્સમાં 713 પોઇન્ટનું ગાબડું પડ્યું અને રોકાણકારોએ 2.64 લાખ કરોડ ગુમાવ્યા છે. કાલે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાના અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે. "એક્ઝીટ પૉલ" વાળા પણ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ બહુ કઈ ઉકાળી નહિ શકે તેવું કહી રહ્યાં છે. ભાઈ, આ તો પોલની પોલંપોલ છે, શું થાય એ તો સમય જ બતાવશે. પરંતુ એટલું તો ચોક્કસ કે, ભાજપના વળતા પાણીની શરૂઆત થઇ ચુકી છે.

    બજાર નિષ્ણાતો જણાવે છે કે, ઊર્જિતના રાજીનામાને પગલે કાલે બજારમાં મોટાપાયે ઉથલપાથલ સર્જાશે. આવતીકાલે એટલે કે મંગળવારે માર્કેટ જો 1000 થી વધુ પોઇન્ટ ગગડે તો નવાઈ નહિ. આ ઘટનાના લટકામાં ચૂંટણી પરિણામો પણ અસર કરી શકે છે.

    આજે બીએસઈના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 713 પોઇન્ટ પડીને 34960ના સ્તરે બંધ થયો છે. બીજી તરફ, એનએસઈનો 50 શેરોવાળો ઇન્ડેક્સ નિફ્ટી 205 અંકના ઘટાડા સાથે 10488 પર બંધ થયો છે. આ વેચાવલીએ રોકાણકારોના 2.64 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.

    આ આજની સ્થિતિ છે માર્કેટની. કિન્તુ આવતીકાલે અને ભવિષ્યમાં માર્કેટ વધુ નીચે પડે તો નવાઈ પામવા જેવું નહિ.
    Published by:sanjay kachot
    First published:

    Tags: Governor, Stock market, Urjit patel, આરબીઆઇ, ચુંટણી પરિણામ, રઘુરામ રાજન, સેન્સેક્સ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन