ક્રાઇમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મ મામલે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)નાં પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ની ધરપકડ કરી લીધી છે. અને એક્ટ્રેસની પણ પૂછપરછ કરી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)નાં પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. અશ્લીલ ફિલ્મ બનાવવાં અને મોબાઇલ એપ્સ દ્વારા તેને પ્રસારિત કરવાનાં આરોપમાં રાજ કુન્દ્રાને મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે (Mumbai Police Crime Branch) ધરપકડ કરી છે. રાજ કુન્દ્રાનાં કારણે ઉભી થયેલી મુશ્કેલીઓની તપાસ હવે શિલ્પા શેટ્ટી પર આવી ચઢી છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મ મામલે એક્ટ્રેસની પૂછપરછ કરી છે. પણ આ કોન્ટ્રોવર્સી વચ્ચે શિલ્પા શેટ્ટીનાં ફેન્સ તેનાં સ્પોર્ટમાં આવ્યાં છે.
એક તરફ જ્યાં શિલ્પા શેટ્ટીનાં પતિ આ દિવસો પોલીસ કસ્ટડીમાં છે તો, આ મુશ્કેલ સમયમાં એક્ટ્રેસનાં ફેનનાં સમર્થનમાં પાછળ નથી હટી રહ્યાં. શિલ્પાનાં સમર્થનમાં તેનાં ફેન તેનાં ઘરની સામે ભીડ લગાવી ઉભેલાં નજર આવે છે. તો એક્ટ્રેસેનાં એખ ફેને તેને ફૂલનું બૂકે પણ ગિફ્ટ કર્યું છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં એક ફેન ફૂલોનું બૂકે લઇને ઉભેલો નજર આવે છે. જે એક્ટ્રેસનાં ઘરની બહાર ઉભેલો છે. તો એક્ટ્રેસનાં ઘરની બહાર પોલીસ પણ ઉભેલી નજર આવે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો તેજીથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતાં જ્યાં કેટલાંક યૂઝર્સ એક્ટ્રેસનાં ફેનનાં વખાણ કરી રહ્યાં છે તો કેટલાંક આને બાલીશતા ગણાવી રહ્યાં છે.
આપને જણાવી દઇએ કે, શુક્રવારનાં જ મુંબઇ પોલીસની ટીમ શિલ્પા શેટ્ટીનાં ઘરે પહોંચી હતી. રાજ કુન્દ્રાની ધરપકડ કર્યા બાદ હવે મુંબઇ પોલીસ શિલ્પા શેટ્ટીનું નિવેદન દાખલ કરી રહી છે. ગત શુક્રવારનાં મુંબઇ પોલીસે આશરે 6 કલાક સુધી શિલ્પાની પૂછપરછ કરી હતી. આ ઇન્ટ્રોગેશન તેનાં જુહૂ સ્થિત બંગલે જ કરવામાં આવી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર