અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ, વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલાયા

News18 Gujarati
Updated: September 10, 2019, 10:11 AM IST
અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ, વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલાયા
ફાઇલ તસવીર

એએમસી દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે આગોતરના આયોજન અંતર્ગત વાસણા બેરેજનું લેવલ 130 ફૂટથી નીચુ રાખ્યું છે.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરમાં 24 કલાક દરમિયાન સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વટવા વિસ્તારમાં એક ઇંચ જેટલો નોંધાયો છે. શહેરના અન્ય વિસ્તાર નરોડા, મેમ્કો, બોડકદેવ, રાણીપ સહિત વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં રાત્રિ દરમિયાનન છૂટોછવાયો વરસાદ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

શહેરમાં પડેલી રહેલા વરસાદના પગલે વાસણા બેરેજના 3 દરવાજા 2 ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા. એએમસી દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે આગોતરના આયોજન અંતર્ગત વાસણા બેરેજનું લેવલ 130 ફૂટથી નીચુ રાખ્યું છે. જેના કારણે વરસાદી પાણી ભરવાની ફરિયાદો ટળી શકે છે અને શહેરમાંથી વરસાદી પાણીનો નીકાલ ઝડપથી થઇ શકે છે.

ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે સાબરમતી નદીમાં પણ 5121 ક્યુસેકની આવક થઇ રહી છે. બીજી તરફ હવામાન વિભાગ તરપથી હજુ પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આગાહીના પગલે વાસણા બેરેજમાંથી નદીમાં 5064 ક્યુસેક અને કેનાલમાં 220 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં મોડી રાતથી છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે. મંગળવારે સવારે પણ અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો હતો.

મંગળવારે સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ અંડિગો જમાવતા સામાન્ય દિવસ કરતા વિઝિબિલિટી ઓછો જોવા મળી હતી. બીજી તરફ વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. શહેરના મુખ્ય રસ્તાઓ સહિત અંદરના રસ્તાઓમાં ઠેર ઠેર પડેલા ગાબડાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.
First published: September 10, 2019
વધુ વાંચો
अगली ख़बर