24 કલાકમાં રાજ્યના 29 જિલ્લામાં વરસાદ, ડાંગના આહવામાં 3 ઇંચ

News18 Gujarati
Updated: July 28, 2019, 11:10 AM IST
24 કલાકમાં રાજ્યના 29 જિલ્લામાં વરસાદ, ડાંગના આહવામાં 3 ઇંચ
વરસાદના પગલે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં નાળા વહેવા લાગ્યા હતા.

109 તાલુકામાં 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો, સિઝનનો 32.60 ટકા વરસાદ વરસ્યો, પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 29 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 28મી જુલાઇ સવારે 6.00 વાગ્યા સુધી સિઝનનો સરેરાશ 32.60 ટકા વરસાદ વરસી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ડાંગના આહવામાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે વલસાડના કપરાડામાં પોણા 3 ઇંચ અને ડાંગના સુબરીમાં પોણા 3 ઇંચ વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થાય તે માટે બે સિસ્ટમ સક્રિય થઈ છે. જેને પગલે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તેમજ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ માછીમારોને પાંચ દિવસ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તરગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચો :  પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, પાંચ જિલ્લામાં NDRF તહેનાત

24 કલાકમાં ડાંગના વઘમાં 2.5 ઇંચ, નર્મદાના નાંદોમાં 2.5 ઇંચ, વલસાડના વાપીમાં પોણા 2 ઇંચ, તાપીના નિઝરમાં 1.5 ઇંચ, વલસાડના ધરમપુરમાં 1.5 ઇંચ, તાપીના વલસાડમાં 1.5 ઇંચ, તાપીના વાલોદમાં 1.5 ઇંચ, સુરતના મહુવા અને માંગરોળમાં 1.5 ઇંચ, વડોદરાના સિનોરમાં 1.5 ઇંચ, ભરૂચના આમોદમાં સવા ઇંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં સવા ઇંચ, વલસાડના ઇઉમમરગામમાં સવાર ઇંચ, વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો :   સરદાર સરોવરની સપાટીમાં ઘટાડો; ધરોઈમાં અડધા ચોમાસે પણ નવા નીર નહીં

રાજ્યમાં આજથી આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. આ આગાહીના પગલે તંત્ર સાબદું કરાયું છે. તંત્ર દ્વારા NDRFની વધારાની ટુકડીઓ તહેનાત કરાઈ છે. ગુજરાતના પાંચ જિલ્લામાં NDRFની ટીમો તહેનાત કરાઈ છે. તંત્ર દ્વારા દાહોદ, નવસારી, ગીર સોમનાથ, રાજકોટ, અરવલ્લી અને કચ્છમાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
First published: July 28, 2019, 9:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading