24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું, વઘઈમાં 2.5 ઇંચ વરસાદ

News18 Gujarati
Updated: July 9, 2019, 10:19 AM IST
24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું, વઘઈમાં 2.5 ઇંચ વરસાદ
સવારે વરસેલા વરસાદ બાદ ગિરીમથક ડાંગમાં નયનરમ્ય નજારા જોવા મળ્યા હતા.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લામાં 1 મિ.મીથી લઈ 64 મિ.મી સુધી વરસાદ નોંધાયો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમ્યા બાદ 24 કલાકથી વિરામ લીધો હતો. તેમ છતાં દક્ષિણ ગુજરાતના કેટલાક ઠેકાણે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા નોંધાયેલા વરસાદ મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લામાં વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના ડાંગ જિલ્લાના વઘઈમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ થયો હતો જ્યારે આહવામાં 1.5 ઇંચ વરસાદ થયો હતો. વલસાડના કપરાડમાં પોણો ઇંચ વરસાદ થયો હતો.

24 કલાકમાં નોંધાયેલા વરસાદ મુજબ રાજ્યના સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત, મધ્યગુજરાતમાં અતિ હળવો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી ઓછો વરસાદ વલસાડ શહેર નવસારી શહેર, નાંદોદ, ભરૂચ શહેર અને વેરાવળમાં જોવા મળ્યો હતો. આ તમામ સ્થળે માત્ર 1 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો :  ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગના આગાહી મુજબ ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે દિલ્હી, હરિયાણામાં 24 કલાકમાં ચોમાસું બેસશે. 1 જૂનથી 7 જૂલાઈ સુધીમાં સામાન્ય કરતા 21 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ સમય દરમિયાન દેશમાં 179 મિ.મી. વરસાદ નોંધાયો છે, જે 225.4 મિમી વરસાદ થવો જોઈતો હતો.

આ પણ વાંચો :  આનંદો : સિંગતેલનાં ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો થયો

દક્ષિણમાં ભારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા વરસાદના આગાહીગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારેથી હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે. એરસાયક્લોન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ પડશે. ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે.
First published: July 9, 2019, 9:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading