Home /News /gujarat /રાજ્યમાં 10થી 12 સપ્ટેમ્બર વચ્ચે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં પડશે વરસાદ

રાજ્યમાં 10થી 12 સપ્ટેમ્બર વચ્ચે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં પડશે વરસાદ

વરસાદી સિસ્ટમની અસર પ્રમાણે, તારીખ 13 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ સહિત વિસ્તારોમાં અનેક જગ્યાએ વરસાદીની વકી છે. આ સાથે તારીખ 14નસુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર ,દિવમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની આગાહી છે. મહત્વનું છે કે, હજી દક્ષિણ ગુજરાતમાંથી વરસાદે વિદાય લીધી નથી.

હાલના દિવસોમાં બે ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે

અમદાવાદ : રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે વહેલી સવારે ઠંડા પવન અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. વરસાદે વિરામ લેતા તાપમાનમાં એકા એક વધારો થયો છે. મહત્તમ તાપમાન 35 ડીગ્રી આસપાસ પહોંચી ગયું છે. તાપમાન વધતા ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. હાલના દિવસોમાં બે ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 10થી 12 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે.

10 અને 11 સપ્ટેમ્બરના રોજ વીજળીના ચમકારા સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. દાહોદ, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 12મી સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો - પતિએ પત્ની પર ગુજાર્યો અમાનુષી અત્યાચાર, રૂંવાડા ઉભા કરી દે તેવી પત્ની ની વેદના

આગાહી પ્રમાણે ફરી એક વખત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. જોકે હજુ પણ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી સુકાયા નથી ત્યાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 121 ટકા વરસાદ નોંધાયો છે અને હજુ પણ ચોમાસાની સિઝનના 22 દિવસ બાકી છે.
First published:

Tags: Gujarati news, Latest gujarati news, Latest News, Latest today news, Rainfall forecast, વરસાદ