24 કલાકમાં રાજ્યનાં 21 જિલ્લામાં વરસાદ, કપરાડામાં 8.15 ઇંચ

News18 Gujarati
Updated: July 7, 2019, 12:33 PM IST
24 કલાકમાં રાજ્યનાં  21 જિલ્લામાં વરસાદ, કપરાડામાં 8.15 ઇંચ
વાપી શહેરમાં વરસેલા ભારે વરસાદના પગલે વાપીના ગુંજન વિસ્તારમાં જળબંબાકાર થયો હતો.

દક્ષિણ ગુજરાતમાં સર્વાધિક વરસાદની વચ્ચે આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યના દક્ષિણ ગુજરાતમાં અનારાધાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદ મુજબ વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 8.15 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ શહેરમાં 8.09 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો છે. વસાડના ધરમપુરમાં 7.9 ઇંચ વાપીમાં 7.9 ઇંચ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામા ખેરગામમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે મધ્યગુજરાતના ખેડા જિલ્લાના મહેમદાબાદમાં 4.15 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદ દક્ષિણ ગુજરાતમાં અવિરતપમે ચાલુ હોવાથી વાપીની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં 4.3 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 4.02 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો :  PICS : વાપીમાં 8 ઇંચ વરસાદ પડતા ઘરો અને દુકાનોમાં ભરાયા પાણી

દક્ષિણ ગુજરાતમાં અનેક ઠેકાણે 1-3 ઇંચ વરસાદ નોંધાયો છે, સવારે 6.00 વાગ્યા સુધી નોંધાયેલા વરસાદ મુજબ વલસાડના ઉમરગામમાં 4 ઇંચ,સ આણંદ જિલ્લાના બોરસદમાં 4 ઇંચ નડિયાદમાં પોણા ચાર ઇંચ, ભરૂચ શહેરમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

3 ઇંચ કરતાં વધુ વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરાના વાઘોડિયા 3.2 ઇંચ, ડભોઈમાં 3.2 ઇંચ, ડાંગ જિલ્લાના વઘમાં 3.5 ઇંચ ભરૂચ શહેરમાં 3.5 ઇંચ, નડિયાદ શહેરમાં 3.7 ઇંચ વરસાદ નોંધાયો હતો.આ પણ વાંચો :  MPમાંથી પાણીની આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો

129 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગ દ્વારા નોંધાયેલા આંકડા મુજબ 24 કલાકમાં રાજ્યના 21 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 21 જિલ્લાના 129 તાલુકમાં 1 મિ.મી. વરસાદથી લઈને 8.15 વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ સુરત શહેરમાં નોંધાયો છે. સુરત શહેરમાં સવારે 6.00 વાગ્યા સુધીમાં 1 મિમિ. નોંધાયો છે જ્યારે સૌથી વધુ કપરાડામાં 8.15 ઇંચ નોંધાયો છે.
First published: July 7, 2019, 11:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading