ખેડા જીલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ઠેર-ઠેર ભરાયા પાણી

નડીઆદમાં સતત 3 કલાક સુધી પડેલા વરસાદના કારણે લોકોને વરસાદી પાણી ભરાવવાના કારણે ભારે તકલીફનો સામનો કરવો પડ્યો

News18 Gujarati
Updated: July 7, 2019, 10:16 PM IST
ખેડા જીલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ઠેર-ઠેર ભરાયા પાણી
ખેડા જીલ્લામાં ધોધમાર વરસાદ
News18 Gujarati
Updated: July 7, 2019, 10:16 PM IST
જનક જાગીરદાર, ખેડા: જિલ્લામાં લાંબા વિરામ બાદ ગત મધ્યરાત્રિએ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. મોડી રાત્રીના 2 કલાકથી શરુ થયેલો વરસાદ વહેલી સવાર 5 વાગ્યા સુધી પડ્યો, જેના કારણે ખેડા જિલ્લાના સમગ્ર 10 તાલુકામાં કુલ 570 મિમિ વરસાદ નોંધાયો છે.

જિલ્લાના વડા મથક નડીઆદમાં સતત 3 કલાક સુધી પડેલા વરસાદના કારણે લોકોને વરસાદી પાણી ભરાવવાના કારણે ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

ખેડા જિલ્લામાં ગત રાત્રીએ પડેલ વરસાદને કારણે શહેરના મિશન રોડ, પુષ્પાંજલિ સોસાયટી રોડ, નડીઆદ ડભાણ રોડ પર આવેલ સોસાયટી વિસ્તાર, સરદાર બ્રિજ નીચેના ભાગમાં, ખોડિયાર રેલવે ગરનારા, શ્રેયસ રેલવે ગરનારા, પીજ રોડ પર જેવા તમામ વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા.

લોકોને અવરજવરની મુશ્કેલીઓ વધી હતી. નડીયાદના પૂર્વ વિસ્તાર, ઓલ્ડ નડીયાદ સીટી, નડીયાદ પશ્ચિમ વિસ્તાર, ન્યુ નડીઆદને જોડાતા તમામ રેલવે ગરનાર વરસાદી પાણીથી ભરાઈ જતા નડીયાદ શહેર 2 ભાગમાં વહચાઈ ગયું હતું.
First published: July 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...