સરકાર માવઠાથી થયેલા નુકસાનનો જલ્દીથી સર્વે કરાવે અને ખેડૂતોને સો ટકા વળતર આપે : પરેશ ધાનાણી

સરકાર માવઠાથી થયેલા નુકસાનનો જલ્દીથી સર્વે કરાવે અને ખેડૂતોને સો ટકા વળતર આપે : પરેશ ધાનાણી
સરકાર માવઠાથી થયેલા નુકસાનનો જલ્દીથી સર્વે કરાવે અને ખેડૂતોને સો ટકા વળતર આપે : પરેશ ધાનાણી

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું -કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થયેલ ત્રણ કૃષિ કાયદા કાળા કાયદા સમાન છે

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ અને વળતર અંગે મુખ્યમંત્રીએ આપેલા નિવેદન બાદ વિધાનસભા નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કહ્યું હતં કે માવઠાથી થયેલા નુકસાનની સરકારે ખેડૂતોને સો ટકા વળતર આપવું જોઈએ. મંદી, મોંઘવારી વચ્ચે માવઠાનો માર ખેડૂતોને પડ્યો છે. આ અગાઉ અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકસાન થયું હતું. ત્યારે સરકારે પાક નુકસાનનુ વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી પરંતુ હજી સુધી પૂર્ણ સહાય મળી નથી ત્યારે કમોસમી માવઠાથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે.

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે સરકાર માવઠાથી થયેલા નુકસાનનો જલ્દીથી સર્વે કરાવે અને ખેડૂતોને સો ટકા વળતર આપે. આ સિવાય વીજળી બિલ તેમજ ડીઝલના ભાવ પણ ઘટાડવામાં આવે કે જેનાથી ખેડૂત પગભર થઈ શકે.આ પણ વાંચો - અમદાવાદ એરપોર્ટનું નામ બદલી અદાણી એરપોર્ટ કરાતા કોંગ્રેસના ભાજપા પર ગંભીર આક્ષેપો

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થયેલ ત્રણ કૃષિ કાયદા કાળા કાયદા સમાન છે. ખેડૂત આંદોલન મુદ્દે CMએ કરેલા નિવેદન અંગે નેતા વિપક્ષે વળતો જવાબ આપતા કહ્યું હતું કે ખેડૂત અંગેના કાયદાઓ કોરોના કરતા પણ ખતરનાક છે. આ કાયદા ખેડૂત વિરોધી જ નહીં દેશ વિરોધી છે. નફાખોરી અને મોંઘવારી વધશે. સંગ્રહખોરી અને કાળાબજારી હાહાકાર મચાવશે.

તેમણે કહ્યું હતું કે 3 કાળા કાયદાઓ નવી ઇસ્ટ ઇન્ડિયા કંપનીઓને આમંત્રણ આપશે. ભાજપ સરકાર દેશ અને રાજ્યની મિલકતો વેચી રહી છે. ગુજરાત ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે પંરતુ ભાજપ સરકાર પોલીસનો ડર બતાવી ખેડૂતોને દબાવાનો પ્રયાસ કરે છે. ખેડૂતો આગળ આવશે અને સરકારે આ કાયદો પરત લેવો પડશે.
Published by:Ashish Goyal
First published:December 12, 2020, 19:16 pm

ટૉપ ન્યૂઝ