Home /News /gujarat /દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, જામકંડોરણામાં 8 ઇંચ, મધુબન ડેમના 6 દરવાજા ખોલાયા

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, જામકંડોરણામાં 8 ઇંચ, મધુબન ડેમના 6 દરવાજા ખોલાયા

ગુરુવાર સવારથી જ રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે

વલસાડના મધુબન ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 21327 કુયુસેક પાણી છોડાયું છે. મધુબન ડેમમાં 28633 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે

અમદાવાદ: રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખબકી રહ્યો છે. આજે સવારે છથી સાંજના આઠ વાગ્યા સુધીના આંકડાની વાત કરીએ તો, રાજ્યમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ જામકંડોરણામાં પડ્યો છે. જે બાદ કપરાડામાં પોણા છ ઇંચ, ઉપલેટામાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્ય સામે આવી રહ્યાં છે, જ્યારે સામાન્ય જનજીવનને અસર પહોંચી છે.

વલસાડના મધુબન ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 21327 કુયુસેક પાણી છોડાયું છે. મધુબન ડેમમાં 28633 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. વલસાડ કલેકટરએ ટ્વીટ કરી દમણગંગા નદીકિનારાના લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે.

કચ્છમાં માંડવીમાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના ભેંસાણમાં ચાર ઇંચ, જ્યારે મેંદરડામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, વાપીમાં પોણા પાંચ ઇંચ, નવસારીના ખેરગામમાં લગભગ ચાર ઇંચ, સુરતમાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજ્યના ઘણા તુલકાઓમાં એક-બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અમદાવાદમાં આખા દિવસ દરમિયાન વાદળો છવાયેલા રહ્યાં પરંતુ મોટાભાગે માત્ર છાંટાથી જ સંતોષ માનવો પડ્યો છે.

ગુરુવાર સવારથી જ રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે જિલ્લાની નદીઓમાં નવા નીર આવતા નદીઓ બંને કાંઠે વહેતી થઈ હતી. ત્યારે ઉપરવાસમાં લોધિકા, ગોંડલ પંથકમાં પડેલા ધોધમાર વરસાદનના કારણે નદીઓ ગાંડીતૂર બની હતી. નદીઓમાં પાણીની આવક વધતા જ રાજકોટ જિલ્લામાં આવેલા જામકંડોરણા પાસે ફોફળ નદી પરનો પૂલ ધરાશાયી થયો હતો. જેથી જામકંડોરણાથી ગોંડલ જતો માર્ગ બંધ થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો.

આ પણ વાંચો: Gujarat Rain Forecast: હવામાન વિભાગની નવી આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

બીજી બાજુ, હવામાન વિભાગે (Meteorological department) આગામી પાંચ દિવસ સુધી વરસાદને લઈને આગાહી (Gujarat rain forecast) આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી (Saurashtra heavy rain forecast) આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી (South Gujarat heavy rain forecast) છે. પાંચેય દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી (Ahmedabad rain forecast) આપવામાં આવી છે.
First published:

Tags: Gujarat News, Heavy rain in gujarat

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો