Rain Forecast : છેલ્લા ઘણા દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી એકવખત રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. જો કે આ વખત દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્ર નહી પરંતુ ઉત્તર ગુજરાતમાં આકાશી આફતના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યમાં ભલે છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો હોય પરંતુ હજુ આફત ટળી નથી. રાજસ્થાનથી ઉત્તર ગુજરાત (Uttar Gujarat) પર ફરી આકાશી આફત આવી રહી છે. 23 અને 24 જુલાઈમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે ભારે વરસાદના પગલે ઉત્તર ગુજરાતમાં શનિવાર અને રવિવારે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરાયું છે.
તો આ તરફ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે અમદાવાદમાં શનિવાર અને રવિવારે વરસાદની પડી તેવી આગાહી વ્યક્ત કરાઈ રહી છે. કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, જામનગર, રાજકોટ, બોટાદ આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરુચ ,સુરત, નવસારી અને વલાસાડમાં વરસાદ પડી તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.
ચોમાસાની સિઝનમાં જો વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં 20.25 ઈંચ સાથે 60 ટકા વરસાદ નોંધાયો છે. જો ઝોન પ્રમાણે વરસાદની ટકાવારી પર નજરી કરીએ તો કચ્છમાં સીઝનનો 104 ટકા, ઉત્તર ગુજરાતમાં 36 ટકા, મધ્ય ગુજરાતમાં 51 ટકા, સૌરાષ્ટ્રમાં 58 અને દક્ષિણ ગુજરાતમાં 75 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જળાશયોમાં પાણીની ધરખમ આવક થઈ છે. હાલ રાજ્યના 50 જળાશયો હાઈએલર્ટ પર રખાયા છે. ઉત્તર ગુજરાત અને કચ્છ જે આફતના એંધાણ વર્તાઈ રહ્યા છે. તેને લઈ તંત્ર પણ એલર્ટ પર છે.