ત્રણ દિવસ રાજ્યના કાંઠા વિસ્તારોમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપીલ

News18 Gujarati
Updated: August 13, 2019, 3:58 PM IST
ત્રણ દિવસ રાજ્યના કાંઠા વિસ્તારોમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપીલ
પ્રતિકાત્મક તસવીર

રાજ્યના કાંઠા વિસ્તારોમાં 46-65 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ : હવામાન વિભાગે રાજ્યના કાંઠા વિસ્તારમાં આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની સાથે કાંઠા વિસ્તારોમાં 46 કિ.મીથી 65 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે રાજ્યના કાંઠા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ 46-65  કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવા અપીલ છે. બંગાળ અને ઓરિસ્સા વચ્ચે એક લો પ્રેશર સક્રિય થયું છે. આ લો પ્રેશરની મુવમેન્ટ ગુજરાત તરફ છે.


હવામાન વિભાગની આગાહી મુજબ કાંઠા વિસ્તારમાં પવન ફૂંકાશે અને વરસાદ થશે ઉપરાંત ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થશે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો :  રાજ્યમાં વરસાદના લીધે 168 રસ્તા બંધ, 134 ગામોમાં વીજ પુરવઠો ઠપ

ઉલ્લેખનીય છે કે આ વર્ષે મેઘરાજાએ મનમૂકી હેત વરસાવ્યો છે, પાકને મળેલા જીવનદાનથી ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે, તો રિપોર્ટ પ્રમાણે અત્યારસુધીમાં પડેલા વરસાદને કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ભરાઇ ગયા છે, અત્યારસુધીમાં 83.95 ટકા વરસાદ નોંધાયો છે. જેના કારણે 204 જળાશયોમાંથી 38 જળાશયો 100 ટકા ભરાઇ ગયા છે.ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદની ઘટ હતી તે પુરી થઇ છે કારણ કે ગત વર્ષે ગુજરાતમાં જુલાઈ મહિનામાં તો વરસાદ ખેચાયો હતો જેના કારણે ખેડુતોની ચિંતા વધી હતી પરંતુ ઓગસ્ટની શરુઆતમાંથી વરસાદી સિસ્ટમે શ્રીકાર કરાવી દીધા અને ગુજરાતમાં સારો વરસાદ થતા ખેતીના પાકને જીવદાન મળ્યું છે. સાથે સાથે જળાશયો પણ છલકાયા છે.

 
First published: August 13, 2019, 2:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading