24 કલાકમાં રાજ્યના 23 જિલ્લામાં વરસાદ, 3 દિવસ મધ્યથી ભારે વરસાદની આગાહી

News18 Gujarati
Updated: July 3, 2019, 1:37 PM IST
24 કલાકમાં રાજ્યના 23 જિલ્લામાં વરસાદ, 3 દિવસ મધ્યથી ભારે વરસાદની આગાહી
મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઊંઝામાં સૌથી વધુ 66 મીમી, વલ્લભીપુરમાં 56 મીમી, બરવાળા અને પાટણમાં 50 મીમી વરસાદ નોંધાયો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : મુંબઈમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે આગામી 3 દિવસ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં 24 કલાક દરમિયાન નોંધાયેલા વરસાદ મુજબ સૌથી વધુ ઊંઝામાં 66 મીમી, ભાવનગરના વલ્લભીપુરમાં 56 મીમી વરસાદ નોંધાયો હતો.

24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 ઇંચથી 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણાના ઊંઝામાં 2.5 ઇંચ, વલ્લભીપુરમાં 2.15 ઇંચ, પાટણમાં 2 ઇંચ, બરવાળામાં 2 ઇંચ, ઉમરગાંમમાં પોણા 2 ઇંચ, પાટણમાં પોણા 2 ઇંચ, ધંધુકામાં 1.5, રાધનપુરમાં 1.5, સુઇગામમાં 1.5, મહેસાણા 1.5, હાંસોટ 1.5, વાકાનેર અને સિદ્ધપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો :  મહારાષ્ટ્ર: ભારે વરસાદના કારણે રત્નાગિરીમાં ડેમ તૂટ્યો, 2 લોકોનાં મોત, 22 ગુમ

3 દિવસ આગાહી
આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં કચ્છને આંશિક રીતે બાદ કરતા વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. 3 જૂલાઇએ રાજ્યમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી સુરત, આણંદ, અમદાવાદ, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સંઘ પ્રદેશ દીવમાં હળવા વરસાદની આગાહી છે.4 જૂલાઇએ નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, મહિસાગર, ગીર સોમનાથ, અમરેલી, કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્ય વરસાદની આગાહી છે.

આ પણ વાંચો :  અમદાવાદની રથયાત્રા : શું તમે જાણો છો ભગવાનનો રથ ક્યારે તૈયાર થયો હતો?

5-6-7 જૂલાઈએ રાજ્યના આમંજ, ખેડા, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, કચ્છના કેટલાક ભાગમાં હળવો વરસાદ થશે.

ભારે વરસાદની આગાહી
આગામી પાંચ દિવસ દરમિયાન સાઉથ ગુજારત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ વગેરેનો સમાવેશ થાય છે.
First published: July 3, 2019, 9:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading