રાજ્યના અરવલ્લી, કચ્છ, દાહોદમાં વરસાદ, ચોમાસાનું વિધિવત આગમન

દાહોદના ઝાલોદ ખાતે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : 23મી જૂનથી રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. એક બાજુ હવામાન વિભાગે આજથી આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરી છે તો બીજી બાજુ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘસવારી આવી પહોંચી છે. આજે સાંજે રાજ્યના અનેક સ્થળો પર વરસાદ વરસ્યો હતો. રાજ્યના અરવલ્લી, દાહોદ અને કચ્છમાં અનેક ઠેકાણે વરસાદ વરસ્યો હતો.

  અરવલ્લીના મોડાસા, ડુગરપાડા અન અમલાઇમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા જ લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. જિલ્લાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહ્યાં છે.

  આ પણ વાંચો : રાજ્યમાં વરસાદી માહોલ, આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

  દાહોદ જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સાંજે વરસાદ વરસ્યો હતો. દાહોદના ઝાલોદ ખાતે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. દિવસભરના ગરમીના માહોલ બાદ સમગ્ર જિલ્લામાં દાહોદ, ઝાલોદ અને લિમડીમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ ઝાલોદમાં જોવા મળ્યો હતો.

  રાજ્યના કચ્છમાં પણ વાતાવણરમાં પલટા સાથે નખત્રાણા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે કચ્છવાસીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. નખત્રાણામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.
  Published by:Jay Mishra
  First published: